Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પરેલ-લાલબાગમાં બાપ્પાનાં આગમન જોવા ભેગા થયેલા લોકોનાં ચેઇન-મોબાઇલ ચોરાયાં

પરેલ-લાલબાગમાં બાપ્પાનાં આગમન જોવા ભેગા થયેલા લોકોનાં ચેઇન-મોબાઇલ ચોરાયાં

Published : 18 August, 2026 07:35 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગયા વર્ષે આગમન દરમ્યાન માત્ર એક દિવસમાં ૬૦થી વધારે મોબાઇલ અને ૧૨થી વધારે ચેઇનની ચોરી થઈ હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રવિવારે પરેલ-લાલબાગ વિસ્તારમાં ગણપતિનીમૂર્તિઓનું આગમન જોવા એકત્ર થયેલી ભીડમાં ચોરોએ ત્રણ સોનાની ચેઇન અને ચાર મોબાઇલ ફોન સેરવી લીધાં હતાં. આ કેસોમાં ભોઈવાડા અને કાલાચૌકી પોલીસ-સ્ટેશનમાં સેપરેટ ફરિયાદ નોંધ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે આગમન દરમ્યાન માત્ર એક દિવસમાં ૬૦થી વધારે મોબાઇલ અને ૧૨થી વધારે ચેઇનની ચોરી થઈ હતી.
ભોઈવાડા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પરેલના ડૉ. બી. એ. રોડ પર આવેલા કલાગંધ ગણેશ કારખાના બહારથી રવિવારે સવારે ગણપતિ આગમન દરમ્યાન ઊમટેલી ભારે ભીડનો લાભ ઉઠાવીને અજ્ઞાત તસ્કરોએ સોનાની ચેઇનોની ચોરી કરી હતી. ધારાવીના કુંભારવાડામાં રહેતો અને સોમૈયા કૉલેજમાં અભ્યાસ કરતો ૨૧ વર્ષનો વિદ્યાર્થી ક્રિશ જેઠવા મૂર્તિઓનું આગમન જોઈ રહ્યો હતો ત્યારે અચાનક થયેલી ધક્કામુક્કીમાં તેના ગળામાંથી ૫૫,૦૦૦ રૂપિયાની કિંમતની ૫.૫ ગ્રામની સોનાની ચેઇન ચોરાઈ ગઈ હતી. એવી જ રીતે ચેમ્બુરના ૧૭ વર્ષના અર્જુન પાટીલની ૪૭,૦૦૦ રૂપિયાની ૯.૮ ગ્રામની ચેઇન અને નવી મુંબઈના ૨૦ વર્ષના વંશ જાવળેકરની ૧,૮૭,૧૦૭ રૂપિયાની ૧૪.૪૭ ગ્રામની ચેઇનની ચોરી થઈ હતી. આ કેસોમાં સેપરેટ ફરિયાદ નોંધ કરવામાં આવી છે.’
કાલાચૌકી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર આદિનાથ ગાવળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ લાલબાગમાં રવિવારે યોજાયેલા ગણપતિ આગમન મહોત્સવની શોભાયાત્રા દરમ્યાન ઊમટેલી ભારે ભીડનો લાભ ઉઠાવીને અજ્ઞાત તસ્કરોએ ૪ ભાવિકોના આઇફોન સહિત ૪ મોંઘા મોબાઇલ ફોન આંચકી લીધા છે. 


Whatsapp-channel Whatsapp-channel

18 August, 2026 07:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK