Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સમાં રમશે ડેવિડ વૉર્નર

વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સમાં રમશે ડેવિડ વૉર્નર

Published : 18 August, 2026 10:51 AM | IST | Amsterdam
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સની ત્રીજી સીઝન ૩થી ૧૮ ઑક્ટોબર સુધી રમાશે. યુવરાજ સિંહ, ડ્વેઇન બ્રાવો, એ.બી. ડિવિલિયર્સ, ડેવિડ વૉર્નર અને મહમદુલ્લાહ સહિતના દિગ્ગજ ખેલાડીઓ ભાગ લેશે.

 ડેવિડ વોર્નર

ડેવિડ વોર્નર


ભૂતપૂર્વ ખેલાડીઓના સમાવેશવાળી વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સની ત્રીજી સીઝન ત્રણથી ૧૮ ઑક્ટરોબર સુધી રમાશે. ક્યાં રમાશે એની જાહેરાત હજુ નથી કરવામાં આવી. આ ત્રીજી સીઝનમાં યુવરાજ સિંહ, ડ્વેઇન બ્રાવો, એ. બી. ડિવિલિયર્સ સાથે ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ખેલાડી ડેવિડ વૉર્નર અને બંગલાદેશનો મહમદુલ્લાહ પણ જોડાઈ રહ્યા છે. આ સીઝનથી વધુ એક ટીમ બંગલાદેશ ચૅમ્પિયન્સનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. પહેલી સીઝન ઇન્ડિયા ચૅમ્પિયન્સે અને બીજી સીઝન સાઉથ આફ્રિકા ચૅમ્પિયન્સે જીતી હતી.

હૉકી વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડ સામે ભારતની ૨-૪થી હાર



નેધરલૅન્ડ્સ અને બેલ્જિયમના સંયુક્ત યજમાનપદે યોજાઈ રહેલા હૉકી વર્લ્ડ કપમાં ગઈ કાલે રમાયેલી બીજી લીગ મૅચમાં ભારતનો ઇંગ્લૅન્ડ સામે ૨-૪થી પરાજય થયો હતો. હૉકી વર્લ્ડ કપમાં ભારત ઇંગ્લૅન્ડ સામે છેલ્લે ૧૯૯૪માં સિડનીમાં જીત્યું હતું. હાફ-ટાઇમમે ભારતે ૨-૧થી લીડ હતી પણ ત્રીજા ક્વૉર્ટરમાં ધનાધન ત્રણ ગૉલ કરીને ઇંગ્લૅન્ડે શાનદાર કમબૅક કર્યું હતું અને વિજય નિશ્ચિત કરી નાખ્યો હતો. ભારત વતી બન્ને ગૉલ કૅપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કૉર્નર વડે કર્યા હતા. આ જીત સાથે ઇંગ્લૅન્ડે ગ્રુપ Dમાં નંબર વનનું સ્થાન ઑલમોસ્ટ ફાઇનલ કરી લીધું હતું. 
હવે ભારત આવતી કાલે છેલ્લી લીગ મૅચમાં કટ્ટર હરીફ પાકિસ્તાને સામે રમશે.


Whatsapp-channel Whatsapp-channel

18 August, 2026 10:51 AM IST | Amsterdam | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK