Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અભિજિત દીપકેની આંદોલનની ચીમકીની અસર, તેના ગામની સ્કૂલની કાયાપલટ થઈ રહી છે

અભિજિત દીપકેની આંદોલનની ચીમકીની અસર, તેના ગામની સ્કૂલની કાયાપલટ થઈ રહી છે

Published : 18 August, 2026 07:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્લાસરૂમ ચકાચક કરી દેવાયા છે અને બારીઓમાં જાળી લગાડી દેવાઈ છે.

સ્કૂલમાં મોટા પાયે કામ કરવામાં આવી રહ્યું છે.

સ્કૂલમાં મોટા પાયે કામ કરવામાં આવી રહ્યું છે.


કૉક્રૉચ જનતા પાર્ટીના કન્વીનર અભિજિત દીપકેએ તેના વતન હિંગોળી જિલ્લાના સંતુક પિંપરી ગામની સ્કૂલની મુલાકાત લઈને ત્યાંની પરિસ્થિતિ જોઈ હતી. સ્કૂલના ટૉઇલેટમાં પાણી નહોતું આવતું, બારીઓ તૂટેલી હતી અને એના પર એકનાથ શિંદેનું બૅનર લગાવવામાં આવ્યું હતું. જો આ ત્રુટિઓ વહેલી તકે સુધારી લેવામાં ન આવી તો આંદોલન કરવાની ચીમકી તેણે આપી હતી. જોકે એ ચીમકીની અસર થઈ છે અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા સ્કૂલમાં મોટા પાયે કામ કરવામાં આવી રહ્યું છે. સાફસફાઈથી લઈને CCTV કૅમેરા પણ બેસાડવામાં આવી રહ્યા છે. ક્લાસરૂમ ચકાચક કરી દેવાયા છે અને બારીઓમાં જાળી લગાડી દેવાઈ છે. અન્ય એક સ્કૂલના પ્રિન્સિપાલ દારૂ પીને સ્કૂલમાં આવતા હોવાની ફરિયાદ થઈ હતી. તેમને હવે સસ્પેન્ડ કરવામાં આવે એવી શક્યતા છે અને એ માટેની પ્રોસેસ ચાલુ થઈ ગઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

18 August, 2026 07:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK