આ ઘટના ગઈ કાલે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ બની હતી. યુવતીએ પોતે ફસડાઈ પડી એ પહેલાં બાથરૂમની દીવાલ પર ‘આઇ ઍમ સૉરી’ લખ્યું હતું
પ્રતીકાત્મક તસવીર
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)ના વૉશરૂમમાં ગઈ કાલે એક યુવતીએ કાંડાની નસ કાપીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે અંદાજે પચીસ વર્ષની આ યુવતી બચી ગઈ હતી.
આ ઘટના ગઈ કાલે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ બની હતી. યુવતીએ પોતે ફસડાઈ પડી એ પહેલાં બાથરૂમની દીવાલ પર ‘આઇ ઍમ સૉરી’ લખ્યું હતું. સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર ડૉ. સ્વપ્નીલ નીલાએ કહ્યું હતું કે ‘અમને બપોરે આ બાબતની જાણ થઈ હતી. તરત જ અમારો સ્ટાફ તેને નજીકની સેન્ટ જ્યૉર્જ હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો.’
આ યુવતી થાણેના કાસરવડવલીની છે. હાલ તેની તબિયત સ્થિર હોવાનું સેન્ટ જ્યૉર્જ હૉસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું હતું. તેણે આવું પગલું શા માટે ભર્યું એ જાણી શકાયું નહોતું.

