Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણેની સોસાયટીઓમાં ઑક્ટોબરથી ૪ કચરાપેટીઓ રાખવી ફરજિયાત

થાણેની સોસાયટીઓમાં ઑક્ટોબરથી ૪ કચરાપેટીઓ રાખવી ફરજિયાત

Published : 03 July, 2026 07:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફોર બિન, થાણે ક્લીન ઝુંબેશ શરૂ કરવામાં આવી : ગ્રીન, બ્લુ, રેડ અને બ્લૅક કલરની જુદી-જુદી કચરાપેટી રાખવી પડશે

હાથમાં ‘ફોર બિન, થાણે ક્લીન’નાં પોસ્ટરો લઈને ઝુંબેશ લૉન્ચ કરતા થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓ.

હાથમાં ‘ફોર બિન, થાણે ક્લીન’નાં પોસ્ટરો લઈને ઝુંબેશ લૉન્ચ કરતા થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓ.


ઑક્ટોબર મહિનાથી થાણેની બધી જ સોસાયટીઓ અને કમર્શિયલ એસ્ટૅબ્લિશમેન્ટ્સમાં કચરો છૂટો પાડવા માટે ચાર જુદી-જુદી કચરાપેટીઓ રાખવાનું ફરજિયાત રહેશે. ‘ફોર બિન, થાણે ક્લીન’ આ ઝુંબેશ હેઠળ જુદા-જુદા પ્રકારના કચરા માટે જુદી-જુદી કચરાપેટીઓ રાખવી ફરજિયાત બનાવવામાં આવશે. ભીના કચરા માટે ગ્રીન, સૂકા કચરા માટે બ્લુ, સૅનિટરી કચરા માટે રેડ અને ઝેરી તથા ઇલેક્ટ્રૉનિક કચરા માટે બ્લૅક કલરની કચરાપેટી રાખવાનું ફરજિયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું થાણેના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મધુકર બોડકેએ જણાવ્યું હતું. 
ડમ્પિંગ ગ્રાઉન્ડમાં જતા કચરામાં ઘટાડો કરવાના ઉદ્દેશથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે જૂની સોસાયટીઓ છે એમાં આ પ્રકારે ચાર જુદી-જુદી કચરાપેટીઓ રાખવા માટે જગ્યા શોધવી અઘરું બની રહેશે. એમાં પણ મોટા પ્રમાણમાં કચરો પેદા કરતાં તથા દરરોજ ૪૦,૦૦૦ લીટર કરતાં વધુ પાણીનો વપરાશ કરતાં ૨૦,૦૦૦ સ્ક્વેર મીટર કરતાં વધુ વિસ્તારમાં ફેલાયેલાં કમર્શિયલ એસ્ટૅબ્લિશમેન્ટ્સ માટે વધુ કડક નિયમ બનાવવામાં આવ્યા છે. તેમણે સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)માં કાયદેસર રજિસ્ટ્રેશન કરાવીને કચરાનો નિકાલ કરવો પડશે. 


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2026 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK