KDMCના આ નિર્ણય પછી સોશ્યલ મીડિયા પર બન્ને તરફની પ્રતિક્રિયા લોકો આપી રહ્યા હતા. કેટલાકે દેશપ્રેમ કહીને આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું તો કેટલાકે નારાજગી વ્યક્ત કરી હતી
પ્રતીકાત્મક તસવીર
કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC)નાં ડેપ્યુટી કમિશનર અર્ચના ગાયકવાડે કહ્યું હતું કે સ્વતંત્રતાદિન નિમિત્તે કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશનની હદમાં આવતી બધી જ ચિકન-મટનની શૉપ અને કતલખાનાં બંધ કરવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. KDMCના આ નિર્ણય પછી સોશ્યલ મીડિયા પર બન્ને તરફની પ્રતિક્રિયા લોકો આપી રહ્યા હતા. કેટલાકે દેશપ્રેમ કહીને આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું તો કેટલાકે નારાજગી વ્યક્ત કરી હતી. દેશપ્રેમ અને માંસાહારને શું લાગેવળગે એવો સવાલ પણ તેમણે કર્યો હતો. અન્ય એક નેટિઝને કહ્યું હતું કે ‘કંઈ પણ? જે કરવાનું છે એ કરતા નથી. જો કરવું જ હોય તો એક દિવસ કલ્યાણ-ડોમ્બિવલીના રસ્તા બંધ રાખો અને ખાડા ભરવાનું કામ પૂરું કરો.’


