ટ્રી ઑથોરિટી કમિટીએ મ્યુનિસિપલ કમિશનરે આપેલી મંજૂરી અંગેના નિર્ણયને પાલિકાની સત્તાવાર વેબસાઈટ પર કે અખબારોમાં પ્રસિદ્ધ ન કરી કાયદાનો ભંગ કર્યો હોવાનો પર્યાવરણવાદીઓ દ્વારા કરાયેલી અરજીમાં આક્ષેપ કરાયો
ફાઇલ તસવીર
મુંબઈ મહાનગર પાલિકા (BMC)ના કમિશનરે આરે કોલોની (Aarey Colony)માં મેટ્રો-3 કાર શેડ (Metro Car Shed) માટે વધારાના 177 વૃક્ષો કાપવાની મંજૂરી આપી છે. જોકે, આ નિર્ણય બાદ પર્યાવરણવાદીઓએ નારાજગી વ્યક્ત કરી છે. આ નિર્ણયને પર્યાવરણવાદીઓએ ફરી એકવાર હાઈકોર્ટમાં પડકાર્યો છે. તેની નોંધ લેતા હાઈકોર્ટે શુક્રવારે કેસની સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે.
મંજૂરી અંગેનો નિર્ણય પાલિકાની સત્તાવાર વેબસાઇટ પર કેમ નથી?
ADVERTISEMENT
જ્યારે સુપ્રીમ કોર્ટે (Supreme Court) આરેમાં મેટ્રો-3ના કાર શેડ માટે 84 વધારાના વૃક્ષો કાપવાની પરવાનગી આપી છે, ત્યારે મ્યુનિસિપલ ટ્રી ઑથોરિટીએ 177 વૃક્ષો કાપવાની પરવાનગી માગી છે. અગાઉ પર્યાવરણવાદીઓએ તેની સામે બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જોકે, આ કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હોવાથી, કોર્ટે અરજદાર ઝોરુ બાથેનાને ટ્રી ઑથોરિટીને અપીલ કરવાની સૂચના આપીને તેમની અરજીમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો.
હવે, મુંબઈ મહાનગર પાલિકાના કમિશનરે તાજેતરમાં આ વધારાના 177 વૃક્ષો કાપવા માટે મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન દ્વારા કરવામાં આવેલી અરજી પર તે તમામ 177 વૃક્ષોને કાપવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે, પરંતુ ટ્રી ઑથોરિટી કમિટીએ મ્યુનિસિપલ કમિશનરે આપેલી મંજૂરી અંગેના નિર્ણયને પાલિકાની સત્તાવાર વેબસાઈટ પર કે અખબારોમાં પ્રસિદ્ધ ન કરી કાયદાનો ભંગ કર્યો હોવાનો પર્યાવરણવાદીઓ દ્વારા કરાયેલી અરજીમાં આક્ષેપ કરાયો છે.
આ પણ વાંચો: ચાલતી લોકલ ટ્રેનમાં થયો વિકલાંગ વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ
હાઈકોર્ટમાં 31 માર્ચે સુનાવણી હાથ ધરવામાં આવશે
અરજીમાં બોમ્બે હાઈકોર્ટના વર્ષ 2018ના નિર્ણયને ટાંકવામાં આવ્યો છે. અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કંપનીએ સુપ્રીમ કોર્ટના આદેશમાં સ્પષ્ટતા માટે આ નવી અરજી દાખલ કરી છે અને તેની હજુ સુધી સુનાવણી થઈ નથી. ઉપરાંત આ વધારા વૃક્ષોમાં ઝાડીઓ નથી, પરંતુ સંપૂર્ણ ઉગાડેલા વૃક્ષો છે. જો એવું માની લેવામાં આવે કે તે ઝાડીઓ છે, તો પણ તે વૃક્ષ અધિનિયમ હેઠળ સુરક્ષિત છે, એવો પણ પિટિશનમાં દાવો કરવામાં આવ્યો છે. તેથી હવે આ તમામ કેસોની સુનાવણી હાઈકોર્ટમાં થશે. કોર્ટ શું નિર્ણય લે છે તે જોવું મહત્ત્વપૂર્ણ રહેશે. આ અંગે આગામી સુનવણી શુક્રવારે એટલે કે 31 માર્ચે લેવામાં આવશે.


