ચીફ જસ્ટિસ ડી. વાય. ચન્દ્રચૂડની વડપણ હેઠળની બેન્ચે તેલંગણ હાઈ કોર્ટના ચુકાદાને યથાવત્ રાખતાં જણાવ્યું હતું કે લોન લેનારી વ્યક્તિઓનો પક્ષ સાંભળવો પણ જરૂરી છે
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
સુપ્રીમ કોર્ટે ગઈ કાલે બૅન્કોના સંબંધમાં એક મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. અદાલતે જણાવ્યું છે કે જ્યાં સુધી લોન લેનારાઓની વાત સાંભળવામાં ન આવે ત્યાં સુધી તેમનાં અકાઉન્ટ્સને ફ્રૉડ જાહેર ન કરી શકાય. ચીફ જસ્ટિસ ડી. વાય. ચન્દ્રચૂડની વડપણ હેઠળની બેન્ચે તેલંગણ હાઈ કોર્ટના ચુકાદાને યથાવત્ રાખતાં જણાવ્યું હતું કે લોન લેનારી વ્યક્તિઓનો પક્ષ સાંભળવો પણ જરૂરી છે. વ્યક્તિને સુનાવણી વિના અપરાધી જાહેર ન કરી શકાય.


