પાઇપલાઇનમાં ભંગાણ પડતાં સમારકામ હાથ ધરાયું છે
તસવીર : સમીર માર્કન્ડે
મુલુંડ-ઈસ્ટમાં ચેકનાકા પાસે આવેલા હરિઓમ નગર નજીક મુંબઈ મહાનગરપાલિકાની ૨૩૪૫ એમએમની મેઇન પાઇપલાઇનમાં સોમવારે બપોરે ભંગાણ પડતાં પાણીનો ફુવારો ઊડ્યો હતો અને પાણીનો ભારે વેડફાટ થયો હતો. એ પછી પાઇપલાઇનનું સમારકામ હાથ ધરાયું હતું અને ગઈ કાલે એ સમારકામ કરતી વખતે ફરી એમાં ભંગાણ પડ્યું હતું. મુંબઈ મહાનગરપાલિકાના ‘ટી’ વૉર્ડના અસિસ્ટન્ટ એન્જિનિયર લક્ષ્મીકાંત બોરસેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે પાઇપલાઇનમાં ભંગાણ પડતાં સમારકામ હાથ ધરાયું છે. એ સ્ટ્રેન્ચનું કામ કાપૂરબાવડી અને ઘાટકોપરના અધિકારીઓએ હાથ ધર્યું છે. બીજી બાજુ, મુંબઈને પાણી સપ્લાય કરતી મહત્ત્વની ટનલમાં થાણે નજીક બોરવેલના કામને લીધે પંક્ચર પડતાં એને રિપેર કરવા માટે સુધરાઈએ ૩૧ માર્ચથી આખા મહિના માટે શહેરમાં ૧૫ ટકા પાણીકાપની જાહેરાત કરી છે.


