આ સાથે જ મહારાષ્ટ્રમાં બનનારા વાઢવણ પોર્ટને કારણે મહારાષ્ટ્ર અન્ય રાજ્યો કરતાં ૨૦ વર્ષ આગળ નીકળી જશે એવી આશા દેવેન્દ્ર ફડણવીસે વ્યક્ત કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરના વડા પ્રધાન લૉરેન્સ વૉન્ગન
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરના વડા પ્રધાન લૉરેન્સ વૉન્ગના હસ્તે જવાહરલાલ નેહરુ પોર્ટ ઑથોરિટી (JNPA) ખાતે દેશના સૌથી લાંબા કાર્ગો કન્ટેનર ટર્મિનલનું ઉદ્ઘાટન થયું હતું. દેશની મૅરિટાઇમ ઇન્ડસ્ટ્રી માટે માઇલસ્ટોન ગણાતા આ ‘ભારત મુંબઈ કન્ટેનર ટર્મિનલ’ (BMCT)ની શરૂઆતને રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઐતિહાસિક પળ ગણાવી હતી.
પોર્ટ ઑફ સિંગાપોર ઑથોરિટી (PSA) ઇન્ટરનૅશનલના ૧.૩ બિલ્યન ડૉલરના રોકાણ સાથે ઊભું થયેલું આ ટર્મિનલ દેશનો સૌથી લાંબો એટલે કે ૨૦૦૦ મીટર લાંબો ઘાટ ધરાવે છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં બનનારા વાઢવણ પોર્ટને કારણે મહારાષ્ટ્ર અન્ય રાજ્યો કરતાં ૨૦ વર્ષ આગળ નીકળી જશે એવી આશા દેવેન્દ્ર ફડણવીસે વ્યક્ત કરી હતી.
ADVERTISEMENT
વાઢવણ પોર્ટ અને JNPA ટર્મિનલના વિકાસને લીધે મહારાષ્ટ્ર ટ્રિલ્યન ડૉલર ઇકૉનૉમી બનશે. ૨૦૩૦ સુધીમાં ડબલ પાવર જનરેટ કરીને રાજ્ય સરકાર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર ભાર મૂકી રહી છે. આ એનર્જીમાંથી બાવન ટકા એનર્જી રિન્યુએબલ સોર્સિસમાંથી જનરેટ થશે.
ભારત મુંબઈ કન્ટેનર ટર્મિનલ છે ૧૦૦ ટકા ગ્રીન ટર્મિનલ
ભારત મુંબઈ કન્ટેનર ટર્મિનલના સંચાલનમાં ૬૦ ટકા રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવામાં આવે છે જે આગામી વર્ષોમાં ૧૦૦ ટકા સુધી પહોંચાડવાની યોજના છે. સોલર પાવર, રેઇન વૉટર હાર્વેસ્ટિંગ અને ઇકો-ફ્રેન્ડ્લી કાર્ગો હૅન્ડલિંગ આ ટર્મિનલનાં મુખ્ય આકર્ષણ છે. અહીં ડીઝલ ટ્રકને પણ ઇલેક્ટ્રિક કરવા માટેની યોજના છે.


