MMRDAએ ૧૦ કરોડ રૂપિયાના કનેક્ટિવિટી ચાર્જ માફ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી
ફુટઓવર બ્રિજ
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં ભારત ડાયમન્ડ બુર્સ (BDB)ને આગામી મેટ્રો 2B સ્ટેશન સાથે જોડતા પ્રસ્તાવિત ફુટઓવર બ્રિજ માટે ૧૦ કરોડ રૂપિયાના કનેક્ટિવિટી ચાર્જ માફ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ સ્ટેશન એલિવેટેડ DN નગર-મંડાળે કૉરિડોર પર છે જે BKC થઈને જાય છે. માફી વિશે અંતિમ નિર્ણય સહિત જરૂરી મંજૂરીઓ મેળવ્યા પછી BDB આ પ્રોજેક્ટ હાથ ધરશે. આ ફુટઓવર બ્રિજ કર્મચારીઓ, વેપારીઓ અને ત્યાં દરરોજ મુસાફરી કરતા મુલાકાતીઓને સરળતાથી કનેક્ટિવિટી આપશે. BDB અસોસિએશનના એક સભ્યએ જણાવ્યું હતું કે એનાથી મેટ્રો મુસાફરો અને બુર્સ બન્નેને ફાયદો થશે. આ વિસ્તારમાં મેટ્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજી બાંધકામ હેઠળ છે ત્યારે દરખાસ્ત સ્વીકારવા માટે કોઈ ઉતાવળ નથી. અસોસિએશનને અપેક્ષા છે કે આ પુલ લિન્ક ખુલ્યા પછી મુસાફરો માટે BDB અને મેટ્રો સ્ટેશન વચ્ચે મુસાફરી કરવાનું સરળ બનાવશે.
