Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઍડ્‍મિશન માટે પ્રાઇવેટ સ્કૂલોમાં બાળકો કે પેરન્ટ્સના હવે ઇન્ટરવ્યુ નહીં લઈ શકાય

ઍડ્‍મિશન માટે પ્રાઇવેટ સ્કૂલોમાં બાળકો કે પેરન્ટ્સના હવે ઇન્ટરવ્યુ નહીં લઈ શકાય

Published : 18 November, 2026 08:08 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુનિફૉર્મ, શૈક્ષણિક સામગ્રી, ઍડ્‍મિશન પ્રોસેસિંગ કે અન્ય પ્રવૃત્તિઓ માટે ફરજિયાત નાણાં વસૂલવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મહારાષ્ટ્રભરની પ્રાઇવેટ અન-એઇડેડ સ્કૂલોને પ્રી-પ્રાઇમરી તથા પહેલા ધોરણમાં ઍડ્‍મિશનની પ્રક્રિયા દરમ્યાન બાળકો અથવા તેમના પેરન્ટ્સના ઇન્ટરવ્યુ, લેખિત કે મૌખિક ટેસ્ટ અથવા અન્ય કોઈ પણ પ્રકારનું સ્ક્રીનિંગ ન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ઍડ્‍મિશનની પ્રક્રિયાને નિયંત્રિત કરવા, મનસ્વી ફી વસૂલાત પર અંકુશ લાવવા અને રાઇટ ટુ એજ્યુકેશન (RTE) ઍક્ટના અસરકારક અમલીકરણ માટે રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ સોમવારે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP) જારી કરી હતી.
રાજ્યના ડિરેક્ટરેટ ઑફ પ્રાઇમરી એજ્યુકેશન શરદ ગોસાવી દ્વારા જારી કરાયેલો આ નિર્દેશ તમામ બોર્ડ અને તમામ માધ્યમની માન્યતાપ્રાપ્ત અન-એઇડેડ પ્રાઇવેટ સ્કૂલોને લાગુ પડે છે. નવી SOP હેઠળ સ્કૂલો સરકાર દ્વારા નિર્ધારિત કરાયેલા દસ્તાવેજો સિવાયના અન્ય કોઈ દસ્તાવેજોની માગણી કરી શકશે નહીં. ઍડ્‍મિશનની શરત તરીકે પેરન્ટ્સ પાસેથી ઇન્કમ-ટૅક્સ રિટર્ન (ITR), આવકનાં પ્રમાણપત્રો અથવા બાળકો સાથેના ફૅમિલી ફોટોગ્રાફ્સ પણ માગી શકાશે નહીં.
આ ઉપરાંત સ્કૂલો દ્વારા ડોનેશન, કૅપિટેશન ફી અથવા અન્ય બિનઅધિકૃત ચાર્જ વસૂલવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોઈ પણ બાળકને જાતિ, ધર્મ, ભાષા, લિંગ, સામાજિક કે આર્થિક પૃષ્ઠભૂમિ અથવા તેમના પેરન્ટ્સની શૈક્ષણિક લાયકાતના આધારે ઍડ્‍મિશન આપવાનો ઇનકાર કરી શકાશે નહીં. યુનિફૉર્મ, શૈક્ષણિક સામગ્રી, ઍડ્‍મિશન પ્રોસેસિંગ કે અન્ય પ્રવૃત્તિઓ માટે ફરજિયાત નાણાં વસૂલવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2026 08:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK