અહીંની લોકલ કોર્ટે તેમને ૧૦ ફેબ્રુઆરી સુધી પોલીસ-કસ્ટડીમાં મોકલી દીધા છે. પોલીસના જણાવ્યા મુજબ ત્રણેય સાથેની બોટ મંગળવારે ગેટવે ઑફ ઇન્ડિયા પર લાંગરવામાં આવી હતી. હાલમાં બોટમાંથી કંઈ પણ શંકાસ્પદ મળ્યું નથી.
ધરપકડની પ્રતીકાત્મક તસવીર
મુંબઈ પોલીસે બુધવારે મૂળ તામિલનાડુની ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી. તેઓ ફિશિંગ બોટનો ઉપયોગ કરીને ભારતમાં ગેરકાયદે પ્રવેશ્યા હતા. તેઓ કુવૈતમાંથી ભાગી રહ્યા હતા. પોલીસ ઑફિસરના જણાવ્યા મુજબ મંગળવારે સવારે પૅટ્રોલિંગ દરમ્યાન બોટ મુંબઈના દરિયાકાંઠે જોવા મળી હતી. ત્રણે જણે ગલ્ફ કન્ટ્રીમાંથી નીકળવાની પરવાનગી વિના તેમના માલિકની માછીમારી બોટ પર સફર કરી હતી અને ગેરકાયદે રીતે ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. ધરપકડ કરાયેલી ત્રણ વ્યક્તિમાં ૨૯ વર્ષના કન્યાકુમારીના વિજય વિનોદ ઍન્થની અને સહાયા ઍન્ટોની અનીશ તથા તામિલનાડુના રામનાથપુરમના ૩૧ વર્ષના નિદિસો ડિટો છે. અહીંની લોકલ કોર્ટે તેમને ૧૦ ફેબ્રુઆરી સુધી પોલીસ-કસ્ટડીમાં મોકલી દીધા છે. પોલીસના જણાવ્યા મુજબ ત્રણેય સાથેની બોટ મંગળવારે ગેટવે ઑફ ઇન્ડિયા પર લાંગરવામાં આવી હતી. હાલમાં બોટમાંથી કંઈ પણ શંકાસ્પદ મળ્યું નથી.