ફરિયાદી અને MIDC પોલીસસે જણાવ્યા અનુસાર આરોપી એ જ બિલ્ડિંગના બીજા ફ્લૅટમાં ઘરનોકર હતો
કૅમેરાનાં ફુટેજમાં પરશુરામ મંડાલ.
અંધેરી-ઈસ્ટના એક ઘરમાંથી ગયા વર્ષે ૮ લાખ રૂપિયાના દાગીના ચોરનારને ગયા મહિને ફરીથી એ જ ઘરમાં ચોરી કરવાના પ્રયાસ બાદ ઝડપી લેવામાં આવ્યો હતો. ફરિયાદી અને MIDC પોલીસસે જણાવ્યા અનુસાર આરોપી એ જ બિલ્ડિંગના બીજા ફ્લૅટમાં ઘરનોકર હતો જેનાથી તે બિલ્ડિંગમાં સહેલાઈથી આવી-જઈ શકતો હતો.
પોલીસનો આરોપ છે કે ૪૩ વર્ષનો પરશુરામ મંડલે ફૂલની ડિલિવરી જોઈને પહેલા ઘરને નિશાન બનાવ્યું હતું. પોલીસનું કહેવું છે કે પરશુરામ મંડલે ડુપ્લિકેટ ચાવી બનાવી લીધી હતી અને બન્ને વાર એના થકી ઘરમાં પ્રવેશ્યો હતો.
ADVERTISEMENT
ઘટનાની તપાસ કરી રહેલી MIDC પોલીસે જણાવ્યું હતું કે પહેલી ઘટના પછી તેમને શંકા હતી કે મહિલા ઘરેલુ નોકર ગુનેગાર છે, પરંતુ શરૂઆતની ચોરી પછી ફ્લૅટમાં લગાવેલા વાઇ-ફાઇ કૅમેરાનાં ફુટેજ તપાસ્યા પછી તેમણે પરશુરામ મંડાલની ધરપકડ કરી અને કોર્ટને તેને પોલીસ-કસ્ટડીમાં રાખવા માટે વિનંતી કરી હતી. જામીન મેળવવા માટે તેણે કોર્ટ સાથે આ રીતે છેતરપિંડી કરી હતી એવો આરોપ એક પોલીસ-અધિકારીએ કર્યો હતો.
MIDC પોલીસ-સ્ટેશનના એક પોલીસ-ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે ‘એ પછી ગુનાની તપાસ માટે જ્યારે ચોરીની ઘટનાને પોલીસે રીક્રીએટ કરી ત્યારે આરોપી પરશુરામ પોતાનાં કૃત્યોને યોગ્ય ઠેરવવામાં નિષ્ફળ ગયો અને તેણે ગુનો કબૂલી લીધો હતો. અમે ચોરી પછી તેણે જે જ્વેલરને ચોરીના દાગીના વેચ્યા હતા તેની પાસેથી ચોરાયેલા દાગીના જપ્ત કર્યા છે.’
