Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Anant-Radhika 2nd Pre-Wedding: ઇન્વિટેશન કાર્ડ જોયું? મોંઘેરાં મહેમાનોની સાથે ઉજવાશે કઈ જુદી-જુદી ઇવેન્ટ?

Anant-Radhika 2nd Pre-Wedding: ઇન્વિટેશન કાર્ડ જોયું? મોંઘેરાં મહેમાનોની સાથે ઉજવાશે કઈ જુદી-જુદી ઇવેન્ટ?

27 May, 2024 10:42 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Anant-Radhika 2nd Pre-Wedding: સેકન્ડ બેશમાં ભાગ લેવા માટે મહેન્દ્ર સિંઘ ધોની, રણબીર કપૂર, આલિયા ભટ્ટ તેમ જ તેમની પુત્રી રાહા સહિત સલમાન ખાનને આમંત્રણ આપવામાં આવ્યું છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ફાઇલ તસવીર

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ફાઇલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. અતિથિઓની યાદી પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે
  2. પ્રી-વેડિંગ ઈવેન્ટ ઈટાલી અને ફ્રાન્સમાં આયોજિત થવાની છે
  3. `લે માસ્કરેડ` અને `પાર્ડન માય ફ્રેન્ચ`, `લા ડોલ્સે વિટા` જેવી થીમ પર પણ ઇવેન્ટ છે

થોડાક સમય પહેલા જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રી-વેડિંગ બેશની વિગતો સામે આવી હતી. 28મી મેથી 30 મે દરમિયાન અંબાણી ફેમિલી દ્વારા લગ્ઝરી ક્રૂઝ પર લગભગ 800 મેહમાનોની ઉપસ્થિતિમાં આ ફંક્શન થશે તેવા અહેવાલ મળ્યા હતા. હવે આ સેકન્ડ પ્રી-વેડિંગ બેશનું ઇન્વિટેશન કાર્ડ (Anant-Radhika 2nd Pre-Wedding) પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. 

કોને કોને આમંત્રિત કરવામાં આવ્યા છે?Anant-Radhika 2nd Pre-Wedding: એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે આ સેકન્ડ બેશમાં ભાગ લેવા માટે મહેન્દ્ર સિંઘ ધોની, રણબીર કપૂર, આલિયા ભટ્ટ તેમ જ તેમની પુત્રી રાહા સહિત સલમાન ખાનને આમંત્રણ આપવામાં આવ્યું છે. વળી, તાજેતરમાં જ આ ઇવેન્ટ માટેનું ઇન્વિટેશન તેમ જ અતિથિઓની યાદી પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 


રોચક છે આ આમંત્રણપત્રિકા!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)


સેકન્ડ પ્રી-વેડિંગ (Anant-Radhika 2nd Pre-Wedding) ઇન્વિટેશન કાર્ડને જોઈએ તો તેની પર બોલ્ડ અક્ષરોમાં સરસ વાક્ય અંકિત કરવામાં આવ્યું છે. `La Vite E Un Viaggio` આનો અર્થ થાય છે `જીવન એક સફર છે` આ સાથે જ આમંત્રણ કાર્ડ પર લખવામાં આવ્યું છે કે આ એવો દિવસ છે કે જ્યારે મિત્રો ભેગા આવે છે, તે જીવનભરના સાહસથી કમ નથી. આ સાથે જ સેકન્ડ પ્રી-વેડિંગ ઈવેન્ટ ઈટાલી અને ફ્રાન્સમાં આયોજિત થવાની છે.

જુદી-જુદી થીમ પર જુદાં જુદાં ડ્રેસ કૉડ સાથે જાજરમાન જલસો!

સોશિયલ મીડિયા પર વાયરલ થયાનુસાર આમંત્રણપત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચાર દિવસ સુધી ચાલનાર આ પ્રી-વેડિંગ ઇવેન્ટ 29 મે, 2024થી શરૂ થશે. જે જે મહેમાનો આવવાના છે તે સૌને ઇટાલીમાં સિસિલીના શહેર પાલેર્મો ખાતે ઓન-બોર્ડ કરવામાં આવનાર છે. બોર્ડ પર જે મહેમાનોનું સ્વાગત થશે ત્યાં તેઓને વેલકમ લંચ પીરસવામાં આવનાર છે. 

જે દિવસે મહિમાનો આવશે એ જ દિવસની સાંજે થીમ બેઝ્ડ ઇવેન્ટ થશે. સૌ પ્રથમ `સ્ટેરી નાઇટ` થીમ પર ઇવેન્ટ થવાની છે. જેમાં વેસ્ટર્ન ફોર્મલ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે.  તે ઉપરાંત `અ રોમન હોલીડે`ની થીમ પણ પણ એક ઇવેન્ટનું આયોજન થવાનું છે. જેમાં ટુરિસ્ટ ચીકનો ડ્રેસ કોડ રાખવાં આવ્યો છે. આગળ વધીએ તો 30મી મેની રાત્રિએ `લા ડોલ્સે ફાર નિએન્ટે`ની થીમ પર ઇવેન્ટ થશે. ત્યારબાદ સવારે 1 વાગ્યે `ટોગા પાર્ટી`નો જાજરમાન જલસો કરવામાં આવશે. ત્યારબાદ બીજા દિવસોમાં `વી ટર્ન્સ વન અન્ડર ધ સન`, `લે માસ્કરેડ` અને `પાર્ડન માય ફ્રેન્ચ`, `લા ડોલ્સે વિટા` જેવી થીમ પર પણ અનેક ઇવેન્ટ થનાર છે. જેમાં ઈટાલિયન સમરનો ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે.

આ રીતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રી-વેડિંગ ફંક્શન્સ (Anant-Radhika 2nd Pre-Wedding)નું આયોજન ફ્રાન્સના સમુદ્રમાં એક અદ્ભુત ક્રૂઝ શિપ પર થવા જય રહ્યું છે. ત્યારબાદ આ બંને લવલી કપલ્સ 12મી જુલાઈના રોજ મંગળ ફેરા ફરશે.

Whatsapp-channel Whatsapp-channel

27 May, 2024 10:42 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK