બૉક્સ-ઑફિસ પર એકપણ મોટી ફિલ્મ આ અઠવાડિયે ન આવી રહી હોવાથી જૂની ફિલ્મો રિલીઝ કરવામાં આવી છે
`રૉકી ઔર રાની કી પ્રેમ કહાની`નું પોસ્ટર
રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ આજે થિયેટરોમાં ફરીથી રિલીઝ થઈ રહી છે. એની સાથે જ રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની ‘તમાશા’ પણ રી-રિલીઝ થઈ છે. કરણ જોહરે ડિરેક્ટ કરેલી ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ની વાત કરીએ તો આ ફિલ્મમાં પંજાબી છોકરો અને બંગાળી છોકરીની લવ-સ્ટોરી દેખાડવામાં આવી હતી. આ ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થઈ હતી. વાત કરીએ ‘તમાશા’ની; તો ૨૦૧૫માં રિલીઝ થયેલી આ ફિલ્મ બિન્દાસ વેદ અને જોશથી ભરપૂર તારાની સ્ટોરી છે. આ ફિલ્મને ઇમ્તિયાઝ અલીએ ડિરેક્ટ કરી હતી. સાથે જ રિતેશ દેશમુખ અને જેનિલિયા દેશમુખની મરાઠી ફિલ્મ ‘વેડ’ પણ આજે રિલીઝ થઈ રહી છે. ફિલ્મોને ફરીથી રિલીઝ કરવાનું કારણ માત્ર એટલું જ છે કે કોઈ મોટી ફિલ્મ આજે રિલીઝ નથી થઈ રહી. સાથે જ એ વખતે જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે એને જોવાનું જે લોકો ચૂકી ગયા છે તેઓ પણ થિયેટરમાં જઈને ફિલ્મ જોઈ શકશે.

