વ્યક્તિએ ટ્રૅક્ટર પાછળ લગાવાતું હળ બાઇક પાછળ જોડી દીધું હતું
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ટ્રૅક્ટર વસાવવાથી ખેડૂતોનું કામ સરળ થઈ ગયું છે. ટ્રૅક્ટરની પાછળ લાગેલું હળ જમીનને ખેડે છે જેમાં ખેડૂતો બીજ વાવે છે, પણ ટ્રૅક્ટર ન હોય તો? સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો હતો જેમાં એક માણસે યુક્તિ લગાવીને મોટરસાઇકલ ટિલિંગ મશીન બનાવ્યું હતું. આ વ્યક્તિએ ટ્રૅક્ટર પાછળ લગાવાતું હળ બાઇક પાછળ જોડી દીધું હતું અને એનાથી જ જમીન ખેડવા લાગ્યો હતો. કદમાં નાના આ લોખંડના ટિલરને તે લીવરની મદદથી ઉપર-નીચે પણ કરી શકતો હતો. આ જુગાડુ ટિલર-મશીનને નીચે લાવ્યા બાદ માણસ બાઇક ચલાવે છે જેથી જમીન ખેડાય છે. આ વિડિયોને ૫૬ લાખ લોકોએ જોયો હતો. અમુક લોકોએ કમેન્ટ કરી હતી કે આ પ્રૅક્ટિકલ આઇડિયા નથી અને આવી ટેક્નિક લાંબો સમય ન ચાલી શકે. ખેતરોમાં એ ઊંડે સુધી ખોદકામ કરી શકે નહીં એટલે કદાચ નાના પ્લાન્ટેશન માટે ઉપયોગી બની શકે છે.

