ઘરની સામે બાઇક રોકી હતી. એમાંથી પાછળ બઠેલા હુમલાખોરે વિશ્વનાથ પનવેલકરના ઘર સીતાઈ સદન પર બે ગોળી ફાયર કરી હતી.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
અંબરનાથના જાણીતા બિલ્ડર વિશ્વનાથ પનવેલકરના ઘરની બહાર ગઈ કાલે બપોરે ૨.૩૦ વાગ્યે બાઇક પર આવેલા બે હુમલાખોરોએ ફાયરિંગ કર્યું હતું. આ આખી ઘટના તેમના ઘર બહાર લગાડેલા ક્લોઝડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં ઝીલાઈ ગઈ હતી. નીચે તેમની ઑફિસ છે અને પહેલા માળે તેઓ પોતે રહે છે.
બે હુમલાખોરો બાઇક પર આવ્યા હતા. તેમણે ઘરની સામે બાઇક રોકી હતી. એમાંથી પાછળ બઠેલા હુમલાખોરે વિશ્વનાથ પનવેલકરના ઘર સીતાઈ સદન પર બે ગોળી ફાયર કરી હતી. એ વખતે જ તેમની પાછળ આવીને ઊભી રહેલી રિક્ષામાંથી ત્રણ મહિલાઓ ઊતરી હતી. હુમલાખોરે તેમની સામે જ ફાયરિંગ કર્યું હતું. મહિલાઓ કંઈ સમજે કે શું થઈ રહ્યું છે એ પહેલાં તો ત્યાંથી નીકળી ગયા હતા.
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં શિવાજી નગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના ઑફિસરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ ચાલુ કરી હતી.

