જોકે સુરક્ષાના નિયમોના ઉલ્લંઘન અને દારૂ પીવા બદલ ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ થયા હોવાની ચર્ચા
અજિત પવારના પ્લેનના કૅપ્ટન સુમિત કપૂર
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને લઈ જતું લિયરજેટ-45 વિમાન બારામતી ઍરપોર્ટ નજીક ક્રૅશ થયું હતું, જેમાં પાઇલટ-ઇન-કમાન્ડ કૅપ્ટન સુમિત કપૂરે પણ જીવ ગુમાવ્યો હતો. અનુભવી બિઝનેસ જેટ પાઇલટ કૅપ્ટન સુમિત કપૂર પાઇલટ-ઇન-કમાન્ડ ટેક-ઑફ અને લૅન્ડિંગ દરમ્યાન મુખ્ય નિર્ણયો માટે જવાબદાર હતા. દિલ્હીમાં રહેતા કૅપ્ટન સુમિત કપૂરને ૧૬,૦૦૦ કલાકનો ફ્લાઇંગનો અનુભવ હતો. તેઓ ભૂતકાળમાં સહારા ઍરલાઇન્સ, જેટલાઇટ અને જેટ ઍરવેઝ સાથે કામ કરી ચૂક્યા હતા અને તેમણે ક્રૅશ થયેલું લિયરજેટ-45 ઉડાવવાનો પણ અનુભવ હતો. તેમનો પુત્ર પણ આ જ કંપનીમાં કામ કરે છે. જોકે અમુક દાવા મુજબ કૅપ્ટન સુમિત કપૂરને સુરક્ષાના નિયમોના ઉલ્લંઘન અને દારૂ પીવા બદલ ૩ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.


