Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > AI એક્સપર્ટની ચેતવણી ૨૦૨૭નું વર્ષ કોવિડ-19 કરતાં પણ વધારે ખરાબ હોઈ શકે છે

AI એક્સપર્ટની ચેતવણી ૨૦૨૭નું વર્ષ કોવિડ-19 કરતાં પણ વધારે ખરાબ હોઈ શકે છે

Published : 28 November, 2026 07:37 AM | Modified : 28 November, 2026 02:18 PM | IST | India
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બે અઠવાડિયાં ચાલે એટલો ખોરાક અને પાણીનો સંગ્રહ કરવાની તથા બૅન્કિંગ સિસ્ટમ ખોરવાઈ જાય એવી સ્થિતિને પહોંચી વળવા સજ્જ રહેવાની સલાહ.

નીકોલા યૂર્કોવિચ

નીકોલા યૂર્કોવિચ


આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) સેફ્ટી રિસર્ચર નીકોલા યૂર્કોવિચે ચેતવણી આપી છે કે ૨૦૨૭નું વર્ષ કોવિડ-19 રોગચાળા કરતાં પણ વધુ વિનાશક ઘટના લઈને આવી શકે છે; AI દ્વારા ભારે નુકસાન થઈ શકે છે, જેમાં મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થવાની પણ શક્યતા છે.

તેમણે પરિવારોને સલાહ આપી હતી કે તેઓ લગભગ બે અઠવાડિયાં ચાલે એટલો ખોરાક અને પાણીનો સંગ્રહ કરી રાખે, તેમ જ ઑનલાઇન બૅન્કિંગ સિસ્ટમ ખોરવાઈ જાય એવી સ્થિતિને પહોંચી વળવા માટે પોતાની પાસે રોકડ રકમ પણ તૈયાર રાખે.



સોશ્યલ મીડિયા પર મૂકવામાં આવેલા આ પત્રમાં તેમણે જણાવ્યું છે કે ‘આ લખવાનો મારો આ પહેલો પ્રયાસ નથી. હું ઘણાં વર્ષોથી ખાનગીમાં AI વિશે ચિંતિત રહ્યો છું. મને લાગે છે કે તમને ચેતવણી આપવી એ મારી ફરજ છે, કારણ કે આ બાબતોની અસર તમારા પર થાય એ પહેલાં એના વિશે જાણવાનો તમને અધિકાર છે, નહીં કે એની અસર થયા પછી. આ પહેલો થૅન્ક્સગિવિંગ તહેવાર છે જેમાં મને ખાતરી નથી કે આપણે આવતા વર્ષના થૅન્ક્સગિવિંગ સુધી જીવતા હોઈશું કે કેમ. આપણે AI પરનો કન્ટ્રોલ ગુમાવી રહ્યા છીએ. ઘણી કંપનીઓમાં હૅકિંગના એક કરતાં વધારે પ્રયાસ થયા છે. AIનાં બાયોલૉજિકલ વેપન્સ તૈયાર થશે જેનો દુરુપયોગ થઈ શકે છે.’


 

 


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2026 02:18 PM IST | India | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK