પરિવારજનો અને મિત્રોએ ક્લાઇવ કુન્દરને ભારે હૈયે અંતિમ વિદાય આપી હતી. શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના પાર્થિવ દેહ પાસે ફોટો મૂકવામાં આવ્યો હતો.
અકસ્માત થયા બાદ ૭ દિવસે ફ્લાઇટના કો-પાઇલટ ક્લાઇવ કુન્દરનો મૃતદેહ તેમના ઘરે મુંબઈ ખાતે પહોંચ્યો હતો
અમદાવાદ-લંડન ફ્લાઇટનો અકસ્માત થયા બાદ ૭ દિવસે ફ્લાઇટના કો-પાઇલટ ક્લાઇવ કુન્દરનો મૃતદેહ તેમના ઘરે મુંબઈ ખાતે પહોંચ્યો હતો. ગુરુવારે સવારે મુંબઈ ઍરપોર્ટ પર પહોંચ્યા બાદ તેમનો મૃતદેહ ગોરેગામ-વેસ્ટમાં રામ મંદિર પાસે આવેલા તેમના ઘરે પહોંચાડવામાં આવ્યો હતો. પરિવારજનો અને મિત્રોએ ક્લાઇવ કુન્દરને ભારે હૈયે અંતિમ વિદાય આપી હતી. શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના પાર્થિવ દેહ પાસે ફોટો મૂકવામાં આવ્યો હતો. ફોટોની બાજુમાં તેમના પરિવારજનો શોકમગ્ન દેખાઈ રહ્યા હતા. તેમના પરિવારમાં માતા-પિતા અને નાની બહેન છે. બપોરે એક વાગ્યા સુધી શ્રદ્ધાંજલિ માટે તેમના ઘરે અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ તેમના પાર્થિવ દેહને શિવડી ખાતે ક્રિશ્ચિયન કબ્રસ્તાનમાં દફનવિધિ માટે લઈ જવામાં આવ્યો હતો.


