Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વારંવાર રેપ કર્યો, બ્લૅકમેઇલ કરી, રેઝરથી માથાના વાળ કાઢી નાખ્યા

વારંવાર રેપ કર્યો, બ્લૅકમેઇલ કરી, રેઝરથી માથાના વાળ કાઢી નાખ્યા

28 April, 2024 11:27 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મીરા રોડમાં ડૉક્ટરની ૨૬ વર્ષની દીકરી સાથે આચરવામાં આવી હેવા​નિયત : અશ્લીલ તસવીરો પાડીને વારંવાર શારીરિક સંબંધ બાંધ્યો, પૈસા પડાવ્યા અને ઇસ્લામ ધર્મ અપનાવવા દબાણ કર્યું

મીરા રોડની યુવતી પર બળાત્કાર મોહસિન શેખ.

મીરા રોડની યુવતી પર બળાત્કાર મોહસિન શેખ.


મીરા રોડમાં રહેતી ૨૬ વર્ષની યુવતીને બ્લૅકમેઇલ કરીને તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને ઇસ્લામ ધર્મ કબૂલ કરવા માટે તેના પર દબાણ કરવામાં આવ્યું હતું. તેની અશ્લીલ તસવીરો પાડી તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધીને લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી એટલું જ નહીં, હેવા​નિયતની સીમા પાર કરીને તેના માથાના બધા વાળ રેઝરથી કાઢી નાખ્યા હતા. આ મામલે નયાનગર પોલીસે ૬ લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને મુખ્ય આરોપીની ધરપકડ કરીને તપાસ કરવામાં આવી રહી છે.

મીરા રોડના શાંતિનગરમાં રહેતી આ યુવતીના પિતા ડૉક્ટર છે અને તેમનું પોતાનું દવાખાનું છે. ઑક્ટોબર ૨૦૨૩માં સોસાયટીમાં ગણપતિ માટે ઢોલ વગાડતા ગ્રુપને બોલાવવામાં આવ્યું હતું. એ વખતે યુવતીનો પરિચય કલ્યાણના બાવીસ વર્ષના મોહ​સિન શેખ સાથે થયો હતો. યુવતીએ નયાનગર પોલીસ-સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ઓળખાણ થયા બાદ સોશ્યલ મી​ડિયા પર તેમની વચ્ચે વાતચીત થવા લાગી હતી. તે આ પ્લૅટફૉર્મ પર આઇ લવ યુના મેસેજ મોકલતો હતો, પણ યુવતી ઇગ્નૉર કરતી હતી. ત્યાર બાદ મોહસિન યુવતીના ઘરે કોઈ નહોતું ત્યારે બિરયાની લઈને ગયો હતો અને એમાં નશાની દવા ભેળવીને તેને ખવડાવી હતી. યુવતી બેભાન થઈ ગયા પછી મોહસિને તેના પર બળાત્કાર કર્યો હતો અને તેની અશ્લીલ તસવીરો પણ ખેંચી હતી. આ ફોટો અને વિડિયોથી બ્લૅકમેઇલ કરીને તેણે યુવતીના ઘરે અને લૉજમાં અનેક વખત વારંવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. એક વખત કિટની મદદથી ટેસ્ટ કરતાં તે પ્રેગ્નન્ટ હોવાનું પણ જણાયું હતું. એથી મોહસિને તેને કોઈ ગોળી આપી હતી. મોહસિન યુવતીને ઇસ્લામ ધર્મ કબૂલ કરવા દબાણ કરતો અને તે ના પાડતી તો તેને મારતો હતો. એક વખત તો તેણે યુવતીના માથાના બધા વાળ રેઝરથી કાઢી નાખ્યા હતા. યુવતીએ ફરિયાદમાં એવો પણ આરોપ કર્યો છે કે મોહસિન રોકડ અને સોનાની વસ્તુઓ જેમ કે ચેઇન, બ્રેસલેટ વગેરે માગતો હતો. યુવતી ડરીને તેને બધું લાવી આપતી હતી. યુવતી પાસેના ત્રણ લાખ રૂપિયાની ઉચાપત પણ મોહસિને કરી હતી.



આરોપી મોહસિન શેખ ઉપરાંત તેના ભાઈ જાફર, મોબિન તથા સાળા અશફાક શેખે પણ તેની છેડતી કરી હતી તથા કાકા ઇમરાન બાગવાને તેને મારી હતી. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી મોહસિનની માતા શહનાઝ પણ તેને ઇસ્લામ ધર્મ કબૂલ કરીશ તો જ લગ્ન થશે એવું કહેતી હતી. આ ફરિયાદના આધારે નયાનગર પોલીસે ૬ લોકો સામે છેતરપિંડી, બળાત્કાર, છેડતી અને મારપીટનો ગુનો નોંધીને મોહસિનની ધરપકડ કરી છે. 


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2024 11:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK