Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જુહુની રેત પર કૅમેરામાં કેદ થયેલી નોખી-અનોખી શ્વાનકથા લોકાર્પણ

જુહુની રેત પર કૅમેરામાં કેદ થયેલી નોખી-અનોખી શ્વાનકથા લોકાર્પણ

Published : 16 April, 2026 12:21 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આમ તો શહેરમાં જાતજાતનાં પુસ્તકનાં લોકાર્પણ થતાં રહે છે, પણ તાજેતરમાં મુંબઈમાં એક નોખા-અનોખા પુસ્તકનો લોકાર્પણ-સમારોહ યોજાયો હતો

રવિવારે ૧૨ એપ્રિલે મુંબઈમાં સાપ્તાહિક ‘ચિત્રલેખા’ના ચૅરમૅન મૌલિક કોટકે મુંબઈના જુહુ બીચ પર ઝડપેલી ડૉગ્ઝની તસવીરોના કૉફીટેબલ બુક ‘પેટ્સ ઑન જુહુ બીચ’ના વિમોચન-પ્રસંગની તસવીરમાં (ડાબેથી) ઇન્વેસ્ટમેન્ટ બૅન્કર-વેન્ચર કૅપિટલિસ્ટ વલ્લભ ભણસાલી, જાણીતા કાર્ડિઍક સર્જ્યન ડૉ. રમાકાન્ત પાંડા, પ્રખ્યાત લેખક-નિર્માતા-દિગ્દર્શક વિપુલ અમૃતલાલ શાહ, મૌલિક કોટક, રાજુલ કોટક અને મનન કોટક.

રવિવારે ૧૨ એપ્રિલે મુંબઈમાં સાપ્તાહિક ‘ચિત્રલેખા’ના ચૅરમૅન મૌલિક કોટકે મુંબઈના જુહુ બીચ પર ઝડપેલી ડૉગ્ઝની તસવીરોના કૉફીટેબલ બુક ‘પેટ્સ ઑન જુહુ બીચ’ના વિમોચન-પ્રસંગની તસવીરમાં (ડાબેથી) ઇન્વેસ્ટમેન્ટ બૅન્કર-વેન્ચર કૅપિટલિસ્ટ વલ્લભ ભણસાલી, જાણીતા કાર્ડિઍક સર્જ્યન ડૉ. રમાકાન્ત પાંડા, પ્રખ્યાત લેખક-નિર્માતા-દિગ્દર્શક વિપુલ અમૃતલાલ શાહ, મૌલિક કોટક, રાજુલ કોટક અને મનન કોટક.


આમ તો શહેરમાં જાતજાતનાં પુસ્તકનાં લોકાર્પણ થતાં રહે છે, પણ તાજેતરમાં મુંબઈમાં એક નોખા-અનોખા પુસ્તકનો લોકાર્પણ-સમારોહ યોજાયો હતો. સાપ્તાહિક ‘ચિત્રલેખા’ના ચૅરમૅન મૌલિક કોટકે જુહુ બીચ પર ઝડપેલી જાતજાતના શ્વાનોની તસવીરોનો સંગ્રહ. પુસ્તકનું શીર્ષક છે ‘પેટ્સ ઑન જુહુ બીચ’.

સમારોહના અતિથિવિશેષ હતા ઇન્વેસ્ટમેન્ટ બૅન્કર-વેન્ચર કૅપિટલિસ્ટ વલ્લભ ભણસાલી, જાણીતા કાર્ડિઍક સર્જ્યન ડૉ. રમાકાંત પાંડા, પ્રખ્યાત લેખક-નિર્માતા-દિગ્દર્શક વિપુલ અમૃતલાલ શાહ. ‘ચિત્રલેખા’ના વાઇસ ચૅરમૅન મનન કોટક અને તેમનાં પુત્રી તનાયા કોટકે સ્કિટ સ્વરૂપે આમંત્રિતોને આવકાર્યા એ પણ એક સુખદ આશ્ચર્ય હતું.



પુસ્તકમાં પ્રકાશિત મૌલિકભાઈની દરેક ક્લિકના અવાજ પાછળ એક વાર્તા છે ઃ ખુશીની, સંતોષની, અનુકંપાની, એકાંતની, તો ક્યારેક નિઃશબ્દ દોસ્તીની. પુસ્તકમાં માત્ર તસવીરો નથી, પણ લાગણીનાં એવાં સ્પંદન છે જે સીધાં અંતરતાર ઝણઝણાવી જાય છે. એમાં લાગણીનો દરિયો ઘૂઘવાય છે.


જોકે આ લોકાર્પણ માત્ર કૉફીટેબલ બુકનું જ નહોતું. એ તો માણસ અને પ્રાણી વચ્ચે રચાઈ જતા લાગણીઓના, સંબંધોના નિષ્કપટ જોડાણનું હતું. એવું જોડાણ જે એક શબ્દની લે-આપ વિના રચાય છે. મૌલિકભાઈએ માત્ર જીવંત ક્ષણોને નહીં પણ માણસ અને તેના પાળેલા પ્રાણી વચ્ચેના નિઃશબ્દ પ્રેમને, અતૂટ સંબંધને કેદ કર્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2026 12:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK