વસઈમાં હાઇવે પર હિટ ઍન્ડ રનના બનાવમાં જૈન યુવાને જીવ ગુમાવ્યો
૨૭ વર્ષનો નીરવ શાહ.
પુણેનો હિટ ઍન્ડ રન કેસ હજી તાજો છે ત્યારે મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર અજાણ્યા વાહન દ્વારા હિટ ઍન્ડ રનને કારણે ૨૭ વર્ષના એક જૈન યુવકે જીવ ગુમાવ્યો છે. વસઈનો નીરવ શાહ નામનો યુવાન તેના મિત્ર સાથે બાઇક પર મુંબઈથી આવી રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. પિતાની ઉંમર અને કામ કરતી વખતે જખમી થવાથી તેણે પિતાને કામ છોડાવ્યું અને તે ઘર સંભાળશે એવું કહ્યું એના અઠવાડિયા બાદ જ તેણે જીવ ગુમાવ્યો છે.