Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દહિસરમાં ભેળસેળયુક્ત દૂધનો ૪૭૦ લીટર જથ્થો પકડાયો, એકની ધરપકડ

દહિસરમાં ભેળસેળયુક્ત દૂધનો ૪૭૦ લીટર જથ્થો પકડાયો, એકની ધરપકડ

Published : 10 July, 2026 11:00 AM | Modified : 10 July, 2026 11:37 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમૂલ અને ગોકુલના પ્લાસ્ટિકના પાઉચમાં ગંદું પાણી ભેળવીને દૂધ વેચવામાં આવતું હતું

દૂધમાં ભેળસેળ કરતાં ઝડપાયેલો આરોપી અને ક્રાઇમ બ્રાન્ચ તથા FDAની ટીમ.

દૂધમાં ભેળસેળ કરતાં ઝડપાયેલો આરોપી અને ક્રાઇમ બ્રાન્ચ તથા FDAની ટીમ.


ફૂડ-આઇટમ્સમાં ભેળસેળ સામેની કાર્યવાહીમાં મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે દહિસર-ઈસ્ટમાં ચાલતા દૂધમાં ભેળસેળના મોટા રૅકેટનો પર્દાફાશ કર્યો હતો. એમાં અમૂલ અને ગોકુળ જેવી બ્રૅન્ડ્સનું ૪૭૦ લીટર હલકી ગુણવત્તાવાળું દૂધ જપ્ત કરવામાં આવ્યું છે. રૅકેટમાં સંડોવાયેલા એક જણની ધરપકડ પણ કરવામાં આવી હતી. 

ક્રાઇમ બ્રાન્ચના યુનિટ બારને મળેલી બાતમીના આધારે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) સાથે મળીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. દહિસર-ઈસ્ટમાં રાજેશ કમ્પાઉન્ડ નજીક મોટી બ્રૅન્ડ્સના દૂધમાં ગેરકાયદે રીતે અશુદ્ધ પાણી ભેળવીને વેચવામાં આવતું હોવાની જાણ થતાં ગઈ કાલે એ સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં અમૂલ અને ગોકુલના પ્લાસ્ટિકના પાઉચને બ્લેડનો ઉપયોગ કરીને સરસ રીતે કાપીને શુદ્ધ દૂધનો એક ભાગ કાઢી નાખી એને નળના ગંદા પાણી સાથે ભેળવીને પાઉચને મીણબત્તી અને પિનનો ઉપયોગ કરીને કાળજીપૂર્વક ફરી સીલ કરવામાં આવતાં હતાં.



અધિકારીઓએ સ્થળ પરથી નોંધપાત્ર પ્રમાણમાં ભેળસેળયુક્ત સ્ટૉક અને સાધનો જપ્ત કર્યાં હતાં, જેની કિંમત આશરે ૩૯,૭૧૦ રૂપિયા છે. જપ્ત કરાયેલી વસ્તુઓમાં અમૂલ અને ગોકુલ જેવી પ્રખ્યાત બ્રૅન્ડ્સનું ૪૭૦ લીટર ભેળસેળયુક્ત દૂધ હતું જેની કિંમત ૨૯,૭૧૦ રૂપિયા છે. ઉપરાંત અમૂલ તાઝા, અમૂલ ગોલ્ડ અને અમૂલ ગાયના દૂધનાં ૩૨૭ ખાલી પાઉચ અને આરોપીનો ૧૦,૦૦૦ રૂપિયાનો મોબાઇલ જપ્ત કર્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

10 July, 2026 11:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK