વાકોલા મર્ડરકેસ:3જી ધરપકડ રિબેલોની ડેડ-બૉડી નિકાલમાં મદદ કરનાર ઝડપાયો
વાકોલાના મ્યુઝિશ્યન બેનેટ રિબેલોની હત્યાના કેસમાં આરોપીઓને મદદ કરનારા ત્રીજા ટીનેજર અલી મિયાં ચન્સની મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ગઈ કાલે ધરપકડ કરી હતી. મુખ્ય આરોપી આરાધ્યા પાટીલે જણાવ્યા પ્રમાણે ‘૧૯ વર્ષનો અલી ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી કરતો હોવાથી તે પૅકેજિંગમાં કુશળ હતો અને તેણે રિબેલોના શરીરના ટુકડાને બબલ રૅપર અને સેલો ટેપ વડે પૅક કરીને એના નિકાલમાં મદદ કરી હતી. અલી મિયાં ચન્સને ગઈ કાલે એસ્પ્લેનેડ કોર્ટમાં રજૂ કરવામાં આવતાં મૅજિસ્ટ્રેટે તેને ૧૬ ડિસેમ્બર સુધી પોલીસ-કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.