વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઑસ્ટ્રેલિયાના સિડનીમાં એડમિરલ્ટી હાઉસ ખાતે સેરેમોનિયલ ગાર્ડ ઑફ ઓનર આપ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એડમિરલ્ટી હાઉસ ખાતે વિઝિટર બુક પર પણ હસ્તાક્ષર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઑસ્ટ્રેલિયાના સિડનીમાં તેમના ઑસ્ટ્રેલિયન સમકક્ષ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠકમાં ભારતના વિદેશ મંત્રી (EAM) એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ પણ હાજર હતા. ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયન પીએમ એન્થોની આલ્બાનીસે બંને દેશો વચ્ચેના એમઓયુની આપલે નિહાળી હતી.