Yemen extends support to Iran in war with Israel: યમને આ યુદ્ધમાં ભાગ લેવાની સત્તાવાર જાહેરાત કરી છે. યમનના સશસ્ત્ર દળોના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ યાહ્યા સરિયાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી. આ સાથે, ત્રીજા વિશ્વ યુદ્ધનો ભય વધ્યો છે.
ડોનલ્ડ ટ્રમ્પ, અલી ખામેની, નેતનયાહૂ અને બ્રિગેડિયર જનરલ યાહ્યા ફાઇલ તસવીર (મિડ-ડે અને સોશિયલ મીડિયા)
અમેરિકા અને ઇઝરાયલ સામે ચાલી રહેલા યુદ્ધમાં હવે ઇરાનને મધ્ય પૂર્વના બીજા દેશનો ખુલ્લેઆમ ટેકો મળ્યો છે. યમને આ યુદ્ધમાં ભાગ લેવાની સત્તાવાર જાહેરાત કરી છે. યમનના સશસ્ત્ર દળોના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ યાહ્યા સરિયાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી. આ જાહેરાત સાથે, ત્રીજા વિશ્વ યુદ્ધનો ભય વધુ વધી ગયો છે.
13 જૂનથી શરૂ થયેલા ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધમાં યમન હવે સત્તાવાર રીતે જોડાયું છે. યમનના સશસ્ત્ર દળોના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ યાહ્યા સરિયાએ જણાવ્યું હતું કે, "યમન હવે સત્તાવાર રીતે અમેરિકા અને ઇઝરાયલ સામેના યુદ્ધમાં પ્રવેશી ગયું છે. અમેરિકાએ પોતાના જહાજોને અમારી દરિયાઈ સરહદથી દૂર રાખવા."
ADVERTISEMENT
ઈરાન પર અમેરિકાના હુમલાથી યમન ગુસ્સે છે
ઈરાન પર અમેરિકાના હવાઈ હુમલા બાદ યમન સેનાનું આ નિવેદન આવ્યું છે. તાજેતરમાં, અમેરિકી સેનાએ `ઑપરેશન મિડ-નાઈટ હેમર` હેઠળ ઈરાનના પરમાણુ મથકો ફોર્ડો, ઇસ્ફહાન અને નતાન્ઝને નિશાન બનાવીને યુદ્ધને એક નવા સ્તરે પહોંચાડ્યું છે. આ ઉપરાંત, ઇઝરાયલી સેનાએ સોમવારે ફોર્ડો પરમાણુ સ્થળ પર પણ હવાઈ હુમલો કર્યો હતો.
યુએસ-ઇઝરાયલ જોડી ખતરનાક છે: યમન આર્મી
યમન આર્મીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમેરિકાના સમર્થનથી, ઇઝરાયલ સમગ્ર પ્રદેશને અસ્થિર કરવાનું કાવતરું ઘડી રહ્યું છે. અમે આનો વિરોધ કરીએ છીએ અને ચેતવણી આપીએ છીએ કે અમારા પ્રાદેશિક પાણીની અવગણના ખતરનાક સાબિત થશે." શનિવારે, યમનના સશસ્ત્ર દળોએ ગાઝા, લેબનન, સીરિયા અને અન્ય આરબ અને ઇસ્લામિક દેશો પર ઇઝરાયલી હુમલાઓની નિંદા કરતા એક સત્તાવાર લશ્કરી નિવેદન બહાર પાડ્યું.
આ ઘટનાક્રમે પશ્ચિમ એશિયામાં પહેલાથી જ પ્રવર્તમાન તણાવને વધુ વેગ આપ્યો છે. યુદ્ધમાં યમનનો ઔપચારિક પ્રવેશ અમેરિકા અને ઇઝરાયલ માટે એક નવો પડકાર બની શકે છે, ખાસ કરીને એવા સમયે જ્યારે ઇઝરાયલ ગાઝા, લેબનન અને હવે સીધા ઇરાન સામે લડી રહ્યું છે.
આ યુદ્ધના ચાલતા, સોમવારે તેલના ભાવ જાન્યુઆરી બાદ સૌથી ટૉચના સ્તરે પહોંચી ગયા. બ્રેન્ટ ક્રૂડ ફ્યૂચર્સના ભાવ 1.91 ડૉલર અથવા 2.49 ટકાના ઉછાળા બાદ 78.93 ડૉલર પર પહોંચી ગયા છે. તો, યૂએસ વેસ્ટ ટેક્સસ ઈન્ટરમીડિયત ક્રૂડના ભાવ 1.89 ડૉલર અથવા 2.56 ટકાના વધારા બાદ રેટ 75.73 ડૉલર પર પહોંચી ગયા છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તાણ અને અમેરિકાના આ યુદ્ધમાં ઉતર્યા બાદ કાચ્ચા તેલના ભાવ સાતમા આકાશે પહોંચી ગયા છે. સોમવારે તેલના ભાવ જાન્યુઆરી પછી ટૉચના સ્તરે પહોંચી ગયા. બ્રેન્ટ ક્રૂડ ફ્યૂચર્સના ભાવ 1.91 ડૉલર એટલે કે 2.49 ટકાના ઉછાળા સાથે 78.93 ડૉલર પહોંચી ગયા છે.

