મેદવેદેવે ઉચ્ચારેલી વાતને ગંભીરતાથી લઈને લાલઘૂમ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકાની બે ન્યુક્લિયર સબમરીનને મેદવેદેવનાં બેફામ નિવેદનોને કારણે રીપોઝિશન કરવામાં આવી છે
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ, રશિયાના ભૂતપૂર્વ પ્રાઇમ મિનિસ્ટર વ્લાદિમીર પુતિન
અમેરિકા અને રશિયા વચ્ચેનો વિવાદ ધાકધમકીથી આગળ વધીને ન્યુક્લિયર સબમરીન સુધી પહોંચી ગયો છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે રશિયાના ભૂતપૂર્વ પ્રાઇમ મિનિસ્ટર વ્લાદિમીર મેદવેદેવની આકરી ટીકા કરી હતી અને ભારત સાથે રશિયાના અર્થતંત્રને પણ ડેડ કહ્યું હતું. એની સામે મેદવેદેવે ડોનલ્ડ ટ્રમ્પને ડેડ-હૅન્ડની યાદ અપાવી હતી જે સોવિયેત રશિયાના સમયનો જવાબી ન્યુક્લિયર પ્રોગ્રામ હતો. મેદવેદેવે ઉચ્ચારેલી વાતને ગંભીરતાથી લઈને લાલઘૂમ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકાની બે ન્યુક્લિયર સબમરીનને મેદવેદેવનાં બેફામ નિવેદનોને કારણે રીપોઝિશન કરવામાં આવી છે, એટલે કે રશિયા તરફ મોકલવામાં આવી છે. જોકે રશિયાએ પણ આ ધમકીના જવાબમાં કહ્યું હતું કે અમારે અમેરિકાના આ પગલાનો કોઈ જવાબ આપવાની જરૂર નથી, કારણ કે આખી દુનિયાનાં મહાસાગરોમાં રશિયાની ન્યુક્લિયર સબમરીન્સ અમેરિકા કરતાં અનેકગણી વધારે છે અને મહાશય ટ્રમ્પ જે સબમરીન્સની વાત કરી રહ્યા છે એ વિસ્તારો તો પહેલાંથી તેમના જ કબજામાં છે.


