Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકન સંસદે ટ્રમ્પ પર તાણી દીધી લગામ

અમેરિકન સંસદે ટ્રમ્પ પર તાણી દીધી લગામ

Published : 05 June, 2026 09:14 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોઈ પણ દેશ સામે યુદ્ધ શરૂ કરવાના પાવર્સ પર મૂક્યો કાપ, સત્તાપક્ષના ૪ સંસદસભ્યો પણ ફૂટ્યા; જોકે વીટો પાવર પ્રેસિડન્ટ પાસે જ

ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર

ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર


અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા ૪ મહિનાથી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકન સંસદમાં રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ડેમોક્રૅટ્સની આગેવાની હેઠળ સંસદે વૉર પાવર્સ ઍક્ટનો ઉપયોગ કરીને પ્રસ્તાવ પસાર કર્યો છે. આ પ્રસ્તાવ અંતર્ગત કોઈ પણ દેશ સામે યુદ્ધ છેડવાના રાષ્ટ્રપતિના પાવર્સ પર લગામ મૂકવામાં આવી છે. આ વોટિંગ દરમ્યાન ટ્રમ્પને મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે તેમની રિપબ્લિકન પાર્ટીના ૪ સંસદસભ્યોએ આ પ્રસ્તાવની તરફેણમાં વોટ આપ્યો હતો.

૨૧૫ વિરુદ્ધ ૨૦૮ મતોથી પ્રસ્તાવ પાસ



બુધવારે થયેલા આ ઐતિહાસિક વોટિંગમાં પ્રસ્તાવની તરફેણમાં ૨૧૫ અને વિરુદ્ધમાં ૨૦૮ મત પડ્યા હતા. જોકે ડેમોક્રૅટ્સ માટે આ જીત હાલ પૂરતી માત્ર સાંકેતિક જ હશે. આ પ્રસ્તાવને કાયદો બનાવવા માટે હજી સેનેટની મંજૂરી જરૂરી છે, જ્યાં રિપબ્લિકન પાર્ટી બહુમતીમાં છે. એ ઉપરાંત જો બન્ને ગૃહોમાંથી આ પ્રસ્તાવ પાસ થઈ પણ જાય તો રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસે એને ફગાવી દેવાનો વીટો પાવર છે.


નિયમ શું કહે છે?

૧૯૭૩ના ‘વૉર પાવર્સ ઍક્ટ’ મુજબ જો દેશ પર કોઈ તાત્કાલિક ખતરો ન હોય અને રાષ્ટ્રપતિ સેના મોકલે તો તેમણે ૬૦ દિવસની અંદર સંસદની મંજૂરી લેવી પડે અથવા સેના પાછી બોલાવવી પડે. જોકે વિદેશપ્રધાન માર્કો રુબિયો અને રક્ષાપ્રધાન પીટ હેગસેથનો દાવો છે કે ૮ એપ્રિલથી બન્ને દેશ વચ્ચે યુદ્ધવિરામ છે એથી ટેક્નિકલી અત્યારે કોઈ યુદ્ધ ચાલુ નથી.


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2026 09:14 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK