Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > સ્પેનનાં જંગલોમાં આગ ૧૨ જણનાં મોત, ૨૩ લાપતા

સ્પેનનાં જંગલોમાં આગ ૧૨ જણનાં મોત, ૨૩ લાપતા

Published : 11 July, 2026 09:21 AM | IST | Madrid
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અલ્મેરિયાના લોસ ગેલાર્ડોસ વિસ્તારમાં આગ ફેલાઈ ગઈ હતી, જેમાં કાર દ્વારા અથવા પગપાળા ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે ઘણા લોકો ફસાઈ ગયા હોવાના અહેવાલ છે

એક તૂટી ગયેલા ઇલેક્ટ્રિક વાયરથી આગ લાગી હતી, જે ઝડપથી જંગલમાં ફેલાઈ ગઈ હતી

એક તૂટી ગયેલા ઇલેક્ટ્રિક વાયરથી આગ લાગી હતી, જે ઝડપથી જંગલમાં ફેલાઈ ગઈ હતી


દક્ષિણ સ્પેનમાં ઝડપથી આગળ વધી રહેલી જંગલની આગમાં ઓછામાં ઓછા ૧૨ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૨૩ જણા ગુમ થયા છે. અધિકારીઓનું કહેવું છે કે ૮ લોકો ઘાયલ થયા છે, જેમાંથી ચારની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. એક કારમાં ચાર બ્રિટિશ લોકો જીવતા બળી ગયા હતા. કારમાંથી ભાગી છૂટવાનો પ્રયાસ કરી રહેલા ૭ લોકો પણ મૃત હાલતમાં મળી આવ્યા હતા.

અલ્મેરિયાના લોસ ગેલાર્ડોસ વિસ્તારમાં આગ ફેલાઈ ગઈ હતી, જેમાં કાર દ્વારા અથવા પગપાળા ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે ઘણા લોકો ફસાઈ ગયા હોવાના અહેવાલ છે. ભારે પવન, સૂકી વનસ્પતિ અને ભારે ગરમીને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. આ વિસ્તાર ટૂરિસ્ટોમાં લોકપ્રિય છે અને રજાના દિવસોમાં અહીં ઘણા લોકો આવે છે.



એક તૂટી ગયેલા ઇલેક્ટ્રિક વાયરથી આગ લાગી હતી, જે ઝડપથી જંગલમાં ફેલાઈ ગઈ હતી.  જોકે પાવર કંપનીએ આ દાવાને નકારી કાઢ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

11 July, 2026 09:21 AM IST | Madrid | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK