યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS) અનુસાર, સ્થાનિક સમય મુજબ સવારે ૯:૩૦ વાગ્યે ભૂકંપના પ્રથમ આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્રબિંદુ દક્ષિણ કેલિફોર્નિયામાં મૅનહેટન બીચથી લગભગ ૫ થી ૬ કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં, દરિયાકાંઠાની નજીક હતું.
ડેલ્ટા ઍરલાઇન્સની ફ્લાઇટ
અમેરિકન દક્ષિણ કેલિફોર્નિયામાં ૫.૦ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. લોસ એન્જલસ સહિતના અનેક વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપને કારણે લોસ એન્જલસ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ (LAX) પર વિમાનોના લૅન્ડિંગમાં વિક્ષેપ પડ્યો હતો. ભૂકંપના કારણે, ઍર ટ્રાફિક કંટ્રોલ (ATC) એ ડેલ્ટા ઍરલાઇન્સની ફ્લાઇટ ૧૯૭૨નું લૅન્ડિંગ અટકાવીને ફરીથી અબોર્ટ કરવાનો આદેશ આપ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ઍર ટ્રાફિક કંટ્રોલ તરફથી સૂચનાઓ
ADVERTISEMENT
ભૂકંપ આવ્યો ત્યારે ડેલ્ટા ઍરલાઇન્સની ફ્લાઇટ ૧૯૭૨ રનવે પર ઉતરવાની તૈયારી કરી રહી હતી. ઍર ટ્રાફિક કંટ્રોલે પાયલટને લૅન્ડિંગ અટકાવીને વિમાનને ફરીથી હવામાં લઈ જવાનો નિર્દેશ આપ્યો. ઍર ટ્રાફિક કંટ્રોલના ઓડિયો રેકોર્ડિંગમાં કંટ્રોલરને એમ કહેતા સાંભળી શકાય છે, "ડેલ્ટા ૧૯૭૨, go around! અમને અહીં ખૂબ જ જોરદાર ભૂકંપ અનુભવાઈ રહ્યો છે." ત્યારબાદ કંટ્રોલરે ફરી કહ્યું, "ડેલ્ટા ૧૯૭૨, પાછા ફરો. અહીં મોટો ભૂકંપ આવી રહ્યો છે." આ સૂચનાઓનું પાલન કરીને, પાયલટે લૅન્ડિંગ અટકાવ્યું અને વિમાનને ફરીથી હવામાં ઊંચે લઈ ગયા. અહેવાલો અનુસાર, લગભગ ૩૦ મિનિટ સુધી હવામાં રહ્યા બાદ વિમાન સુરક્ષિત રીતે ઉતરી ગયું હતું. ડેલ્ટાની અન્ય એક ફ્લાઇટ, ફ્લાઇટ ૧૬૨૮ની પણ લૅન્ડિંગ અટકાવીને ફરીથી હવામાં ઊંચે જવાની સૂચના આપવામાં આવી હતી. બંને વિમાનો સુરક્ષિત રીતે ઉતરી ગયા હતા.
મૅનહેટન બીચ નજીક ભૂકંપ
EARTHQUAKE?: Air traffic controllers at Los Angeles International Airport called off the landing of a passenger airliner just moments before it touched down during Saturday’s earthquake. https://t.co/ao59SOqJQQ
— For all Curious (@fascinatingonX) November 29, 2026
યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS) અનુસાર, સ્થાનિક સમય મુજબ સવારે ૯:૩૦ વાગ્યે ભૂકંપના પ્રથમ આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્રબિંદુ દક્ષિણ કેલિફોર્નિયામાં મૅનહેટન બીચથી લગભગ ૫ થી ૬ કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં, દરિયાકાંઠાની નજીક હતું. આ ભૂકંપ લગભગ ૧૨.૮ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. ભૂકંપના આંચકાને કારણે લોસ એન્જલસ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટનું ટર્મિનલ પણ ધ્રૂજી ઉઠ્યું હતું. ઍરપોર્ટના કેટલાક ભાગોમાં છતની ટાઇલ્સ અને કાટમાળ નીચે પડ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ભૂકંપના કારણે ઍરપોર્ટ સંકુલમાં રહેલા કૅમેરા પણ ધ્રૂજી રહ્યા છે.
ઍરપોર્ટની કામગીરી સામાન્ય રહી
ભૂકંપ બાદ, ઍરપોર્ટ અધિકારીઓએ રનવે અને અન્ય સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રનવેની તપાસ દરમિયાન કોઈ સમસ્યા જણાઈ ન હતી અને ફ્લાઈટ કામગીરી સામાન્ય રીતે ચાલુ રહી હતી. જોકે, ટર્મિનલના આંતરિક ભાગોની પણ તપાસ કરવામાં આવી હતી. કોઈને ઈજા થઈ હોય કે મોટું નુકસાન થયું હોય તેવા કોઈ તાત્કાલિક અહેવાલો નથી. આ ઘટના અંગે `ઍર ટ્રાફિક કંટ્રોલ`ના ઓડિયો અને વીડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી રહ્યા છે. આ ફૂટેજમાં તે વાતચીત સાંભળવા મળે છે જેમાં ભૂકંપ દરમિયાન એક વિમાનને તેનું લૅન્ડિંગ રદ કરવા અને પાઈલટને વિમાનને ફરી ટેક ઑફ કરવા માટે સૂચના આપવામાં આવે છે.
