Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > તુર્કી બાદ તાજિકિસ્તાનમાં વિનાશકારી ભૂકંપના આચંકા, ચીનના પણ ધરા ધ્રુજી

તુર્કી બાદ તાજિકિસ્તાનમાં વિનાશકારી ભૂકંપના આચંકા, ચીનના પણ ધરા ધ્રુજી

23 February, 2023 11:02 AM IST | Tajikistan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તુર્કી(Turkey Earthqauk)માં ભૂકંપ આવ્યાં બાદ હવે તાજિકિસ્તાન(Tajikistan Earthqauke)માં પણ વિનાશકારી ભૂકંપના આંચકા અનુભવાયાં છે. ચીની રાજ્ય ટેલિવિઝન સીસીટીવીની રિપોર્ટ અનુસાર ચીનના શિનજિયાંગ વિસ્તારમાં અને તાજિકિસ્તાનની સીમા પાસે ધરતી ધ્રુજી છે

પ્રતીકાત્મક તસવીર

ભૂકંપ

પ્રતીકાત્મક તસવીર


તુર્કી(Turkey Earthqauke)માં ભૂકંપ આવ્યાં બાદ હવે તાજિકિસ્તાન (Tajikistan Earthqauke)માં પણ વિનાશકારી ભૂકંપના આંચકા અનુભવાયાં છે. ચીની રાજ્ય ટેલિવિઝન સીસીટીવીની રિપોર્ટ અનુસાર ચીનના શિનજિયાંગ વિસ્તારમાં અને તાજિકિસ્તાનની સીમા પાસે ધરતી ધ્રુજી છે. ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 6.8 નોંધાઈ છે. જોકે, ચીની મીડિયાએ આ આંક 7.2 દર્શાવ્યો છે. ચીની મીડિયા અનુસાર ભૂકંપ સવારે સ્થાનિક સમયાનુસાર આશરે 5:37એ આવ્યો હતો. આ વિનાશકારી ઘટનામાં કેટલાય લોકોના જીવ ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અહેવાલ છે કે ભૂકંપના 20 મીનિટ બાદ બે વાર કંપન અનુભવાયું હતું, જે ખુબ જ ભારે હતું.

મળતી માહિતી પ્રમાણે ચીનના સુદૂર પશ્ચિમી શિનજિયાંગ વિસ્તાર નજીક ગુરુવારે તાજિકિસ્તાનમાં ભૂકંપ અનુભવાયો. એપી એજન્સી અનુસાર ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 6.8 રહી છે. જયારે ચીની મીડિયાનું કહેવું છે કે તેમના વિસ્તારો અને તાજિકિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા 7.2 છે. ભૂકંપનું કેન્દ્ર તાજિકિસ્તાનના પશ્ચિમમાં મુર્ગોબમાં હતું. નોંધનીય છે કે વિવિધ એજન્સીઓએ ભૂકંપની તીવ્રતા અલગ અલગ જણાવી છે. 



 


 

 


 

 

Whatsapp-channel Whatsapp-channel

23 February, 2023 11:02 AM IST | Tajikistan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK