Dawood Ibrahim Poisoning: પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનમાં દાઉદ ઈબ્રાહીમને ઝેર આપીને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારબાદ દાઉદને કરાચીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
દાઉદ ઈબ્રાહીમની ફાઇલ તસવીર
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનમાં દાઉદ ઈબ્રાહીમને ઝેર આપીને (Dawood Ibrahim Poisoning) મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારબાદ દાઉદને કરાચીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાનના ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે દાઉદને ઝેર આપવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી કોઈએ આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
દાઉદ ઈબ્રાહિમને કોણે ઝેર આપીને મારવાનો કર્યો પ્રયાસ?
ADVERTISEMENT
65 વર્ષીય દાઉદ ઈબ્રાહિમને કરાચીની હોસ્પિટલમાં દાખલ (Dawood Ibrahim Poisoning) કરવાની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. જોકે, ઘણા પાકિસ્તાની મીડિયામાં એવી અટકળો ચાલી રહી છે કે દાઉદને પોઈઝનીંગના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેમજ તેને કોણે ઝેર આપ્યું તે અંગે પણ કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી.
દાઉદ ઈબ્રાહિમ 1993માં મુંબઈમાં થયેલા બોમ્બ વિસ્ફોટોનો ગુનેગાર અને માસ્ટરમાઇન્ડ છે. તેણે કરેલ મુંબઈ હુમલામાં 250થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે હજારો લોકો ઘાયલ થયા હતા. આ હુમલા બાદ દાઉદ ફરાર થઈ ગયો હતો અને પાકિસ્તાનમાં આશરો લીધો હતો.
જોકે, ભારતે આ અંગે ઘણી વખત તેના પુરાવા આપ્યા છે, પરંતુ પાકિસ્તાને હંમેશા દાઉદ પોતાના દેશમાં હોવાની વાતને નકારી કાઢી છે. મુંબઈ હુમલા બાદ ભારતે તેને મોસ્ટ વોન્ટેડ આતંકી જાહેર કર્યો હતો.
આ જ મહિનામાં સાજિદ મીરને પણ ઝેર અપાયું હતું ઝેર
દાઉદ ઈબ્રાહિમ પહેલા લશ્કરના કમાન્ડર સાજિદ મીરને જેલમાં ઝેર આપવામાં આવ્યું હતું. આ મહિનાની 5મી તારીખે 26/11 મુંબઈ હુમલાના કાવતરાખોર સાજિદ મીરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સાજિદ મીરને પાકિસ્તાનના ડેરા ગાઝી ખાનની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં તેને ઝેર આપવામાં આવ્યું હતું. જો કે આ વખતે પાકિસ્તાને હજુ સુધી કોઈ સત્તાવાર સમર્થન આપ્યું નથી.
સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓને જોતાં જણાવાયું છે કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ગંભીર તબીબી સ્થિતિ (Dawood Ibrahim Poisoning) બાદ પાકિસ્તાનના કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, એ બાબતની કોઈ પુષ્ટિ કરાઇ નથી.
દાઉદ ઈબ્રાહિમ હોસ્પિટલમાં કડક સુરક્ષા હેઠળ
એવા પણ સમાચાર સામે આવ્યા છે કે દાઉદ ઈબ્રાહિમને હોસ્પિટલની અંદર કડક સુરક્ષા હેઠળ રાખવામાં (Dawood Ibrahim Poisoning) આવ્યો છે અને તે તેના ફ્લોર પર એકમાત્ર દર્દીને રાખવામાં આવ્યો છે. એવી પણ માહિતી મળી છે કે ટોચના હોસ્પિટલ સત્તાવાળાઓ અને તેના નજીકના પરિવારના સભ્યોને જ ફ્લોર સુધી પ્રવેશ આપવામાં આવનાર છે.
મુંબઈ પોલીસ અંડરવર્લ્ડ ડોનને હોસ્પિટલમાં દાખલ કરવા અંગે તેના સંબંધીઓ અલીશાહ પારકર અને સાજિદ વાગલે પાસેથી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.


