ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે 07 ઑગસ્ટના રોજ ગાંધીનગરમાં રાષ્ટ્રીય હાથશાળ દિવસ નિમિત્તે હાથશાળ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેનું આયોજન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેક્નોલોજી (NIFT) દ્વારા કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દર વર્ષે 7 ઑગસ્ટના રોજ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને કારીગરીનું સન્માન કરવા માટે ઊજવવામાં આવે છે.