Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બ્લડ મૂન પૂરું, ફરીથી ખૂલ્યાં મંદિરો

બ્લડ મૂન પૂરું, ફરીથી ખૂલ્યાં મંદિરો

Published : 04 March, 2026 07:07 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાંજે ૬.૪૭ વાગ્યે ચંદ્રગ્રહણ પૂરું થતાં ૭ વાગ્યા પછી મંદિરનાં કપાટ ફરીથી દર્શન માટે ખૂલ્યાં હતાં

કલકત્તામાં ગઈ કાલે જોવા મળેલો બ્લડ મૂન.

કલકત્તામાં ગઈ કાલે જોવા મળેલો બ્લડ મૂન.


ગઈ કાલે ૨૦૨૬નું પહેલું ચંદ્રગ્રહણ હતું જે બપોરે ૩.૨૧ વાગ્યાથી શરૂ થયું હતું અને સાંજે ૬.૪૭ સુધી ચાલ્યું હતું. ભારતનાં પૂર્વીય રાજ્યોમાં ચંદ્રગ્રહણ સૌથી પહેલાં અને સૌથી લાંબા સમય માટે જોવા મળ્યું હતું. ચંદ્રગ્રહણ શરૂ થાય એના ૭ કલાક પહેલાંથી જ ભારતનાં મુખ્ય મંદિરોમાં સૂતકને પગલે કપાટ બંધ કરી દેવામાં આવ્યાં હતાં. જોકે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર જેવાં અપવાદરૂપ મંદિરો દર્શન માટે ખુલ્લાં રહ્યાં હતાં. કલકત્તામાં પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. જ્યારે ચંદ્ર સંપૂર્ણપણે ઢંકાઈ જવાનો હોય ત્યારે એ લાલાશ પડતો દેખાતો હોવાથી આ પૂર્ણ ચંદ્રગ્રહણને રેડ મૂન અથવા તો બ્લડ મૂન કહેવામાં આવે છે. સાંજે ૬.૪૭ વાગ્યે ચંદ્રગ્રહણ પૂરું થતાં ૭ વાગ્યા પછી મંદિરનાં કપાટ ફરીથી દર્શન માટે ખૂલ્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

04 March, 2026 07:07 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK