ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને ISRO દ્વારા 19 ડિસેમ્બરે `સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન`નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે `સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન`માં હાજરી આપી હતી જેમાં ગુજરાત અને અન્ય રાજ્યોની વિવિધ કોલેજોની 47 ટીમોના 288 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.












