Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદના પતંગ મહોત્સવમાં સહેલાણીઓને જાણવા મળી રહ્યો છે પતંગનો રોચક ઇતિહાસ

અમદાવાદના પતંગ મહોત્સવમાં સહેલાણીઓને જાણવા મળી રહ્યો છે પતંગનો રોચક ઇતિહાસ

14 January, 2023 08:27 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ચાલી રહેલા ઇન્ટરનૅશનલ કાઇટ ફેસ્ટિવલમાં સહેલાણીઓને પતંગનો ઇતિહાસ જાણવા મળી રહ્યો છે.

અમદાવાદના પતંગ મહોત્સવમાં સહેલાણીઓને  જાણવા મળી રહ્યો છે પતંગનો રોચક ઇતિહાસ

અમદાવાદના પતંગ મહોત્સવમાં સહેલાણીઓને જાણવા મળી રહ્યો છે પતંગનો રોચક ઇતિહાસ



અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ચાલી રહેલા ઇન્ટરનૅશનલ કાઇટ ફેસ્ટિવલમાં સહેલાણીઓને પતંગનો ઇતિહાસ જાણવા મળી રહ્યો છે. દેશવિદેશના પતંગબાજોને પતંગ ચગાવતા જોવા આવી રહેલા સહેલાણીઓને અહીં ઊભા કરવામાં આવેલા હિસ્ટરી ઑફ કાઇટ ડોમમાં પતંગનો રસપ્રદ ઇતિહાસ જોવા મળી રહ્યો છે. ભારતમાં સૌપ્રથમ પતંગ સંગ્રહાલય ૧૯૮૪માં અમદાવાદમાં ખોલવામાં આવ્યું હતું. ૧૨૩૨, ૧૮૬૦, ૧૮૯૦માં પતંગના કેવા ઉપયોગ થયા હતા, ૧૯૧૪માં પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન ફોલ્ડિંગ બૉક્સ પતંગ ડિઝાઇન થઈ હતી, ૨૦૦ બીસીથી શરૂ થયેલી પતંગના ઇતિહાસ વિશે પણ અહીં માહિતી અપાઈ છે. આ ઉપરાંત અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પતંગ પર લખેલી ઉત્સવ શીષર્ક સાથેની કવિતા મૂકવામાં આવી છે. સહેલાણીઓમાં પતંગ વિશેની માહિતી તેમ જ નરેન્દ્ર મોદીની કવિતા રોમાંચક બની રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

14 January, 2023 08:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK