Vadodara Consumer Court: ગ્રાહક ફોરમે સ્થાનિક બુટિક પર એક મહિલાને તેના કપડા અયોગ્ય રીતે સીવીને ‘માનસિક પરિતાપ’ પહોંચાડવા બદલ રૂ. 5,000નો દંડ ફટકાર્યો છે.
બ્લાઉઝની પ્રતીકાત્મક તસવીર (તસવીર: એડોબ ફલાયરફલાય)
કી હાઇલાઇટ્સ
- મહિલાએ તેના ભત્રીજાના લગ્ન માટે બ્લાઉઝ સિવડાવ્યું હતું
- 10,500ની નવી સાડીઓ ખરીદી હતી તે ખર્ચો પણ પાણીમાં ગયો હતો
- કાનૂની ખર્ચ થયો છે તે પણ આપવા માટે મહિલાએ માંગ કરી હતી
લગ્નપ્રસંગોમાં હવે તો પહેરવેશને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવે છે. તેમાં પણ ખાસ તો વર અને વધુના કપડાઓ માટે ખૂબ જ ખર્ચાઓ કરવામાં આવે છે. તાજેતરમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો હતો તેને જાણી તમે પણ અચંબામાં મુકાશો.
તાજેતરમાં જ ગુજરાતના વડોદરા જિલ્લામાં ગ્રાહક ફોરમે (Vadodara Consumer Court) સ્થાનિક બુટિક પર એક મહિલાને તેના કપડા અયોગ્ય રીતે સીવીને ‘માનસિક પરિતાપ’ પહોંચાડવા બદલ રૂ. 5,000નો દંડ ફટકાર્યો છે.
ADVERTISEMENT
ક્યારે આ અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી?
તમને જણાવી દઈએ કે વડોદરા ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (Vadodara Consumer Court) પાસે 7 માર્ચે પસાર કરવામાં આવેલા તેના એવું નોંધવામાં આવ્યું હતું કે ફરિયાદી મહિલાએ તેના ભત્રીજાના લગ્ન દરમિયાન એક જુઓ જ ડ્રેસ પહેરવાનું નક્કી કર્યું હતું. એ માટે તેણે તેની માટે અને તેની દીકરી માટે એક બૂટિક પાસે ખાસ ડ્રેસ તૈયાર કરાવ્યો હતો.
ક્યારે મહિલાએ ફરિયાદ નોંધાવી હતી?
પ્રાપ્ત અહેવાલો અનુસાર વર્ષ 2017માં દિપીકા દવે નામની મહિલાએ બૂટિક પાસે બ્લાઉઝ સહિતના ડ્રેસ તૈયાર કરાવ્યા હતા. જ્યારે બ્લાઉઝ તૈયાર થઈ ગયું ત્યારબાદ મહિલાએ તે પહેરી જોયું હતું. પણ તેનું ફીટીંગ બરાબર ન હોવાથી તેણે બૂટિકના માલિકને નવા પીસ લાવીને ફરીથી નવું બ્લાઉઝ તૈયાર કરી આપવા જણાવ્યું હતું, પણ બૂટિકે આવું કરવાની સદંતર ના પાડી દીધી હતી, ત્યારે આ મહિલાનો પિત્તો ખસી જીટીઓ અને તેણે વર્ષ 2018માં આ અંગે ગ્રાહક ફોરમ (Vadodara Consumer Court)માં ફરિયાદ નોંધાવી હતી.
મહિલાએ પોતાની ફરિયાદમાં શું જણાવ્યું હતું?
જ્યારે ફરિયાદી મહિલાએ ફરિયાદ નોંધાવી ત્યારે જણાવ્યું હતું કે તેણે લગ્નપ્રસંગ માટે 10,500ની નવી સાડીઓ ખરીદી હતી. પણ બૂટિક દ્વારા બ્લાઉઝ બગાડી નાખવામાં આવતા તેની માટે પ્રસંગની મજા બગડી ગઈ હતી. મહિલાએ આ રીતે દાવો કરીને રૂ. 13,200 નું વળતર માંગ્યું હતું કારણકે મહિલા ખરાબ સિલાઇ કરેલા મેચિંગ બ્લાઉઝને કારણે લગ્ન પ્રસંગમાં જોઈએ તે સાડી પહેરી શકી નહોતી.
મહિલાએ આટલા રૂપિયા ચૂકવવા કોર્ટમાં કરી અરજી
જ્યારે આ મામલે સુનાવણી કરવામાં આવી ત્યારે દિપીકા દવેએ બૂટિકને જે પૈસા આપ્યા હતા તેના પણ પુરાવા આપ્યા હતા. આમ તો મહિલાએ કુલ રૂપિયા 5000ની ચૂકવણી બ્લાઉઝ માટે બૂટિકને કરી હતી. સાથે જ ગ્રાહક ફોરમ (Vadodara Consumer Court)ને એ પણ જાણ કરી કે માલિકે સિલાઈ માટે ચૂકવેલા રૂ. 5,000માંથી રૂ. 2,000 પરત કર્યા હતા. હવે માત્ર 9 ટકા વ્યાજ સાથે જએ 3000 બાકી હતા તેની ચૂકવણી અને જએ કોઈ કાનૂની ખર્ચ થયો છે તે આપવા માટે ખ્યું હતું.