Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સુરતમાં બીલ્ડિંગ ધરાશાયી: મૃત્યુયાંક 7 પર પહોંચ્યો, માલિક અને પુત્ર સામે ગુનો

સુરતમાં બીલ્ડિંગ ધરાશાયી: મૃત્યુયાંક 7 પર પહોંચ્યો, માલિક અને પુત્ર સામે ગુનો

07 July, 2024 03:22 PM IST | Surat
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Surat Building Collapsed: આ મૃતદેહની ઉંમર 22 થી 27 વર્ષની વચ્ચે છે અને આ મૃત્યુનો આંકડો વધી પણ શકે છે.

સુરતના સચિન નજીકના પાલી ગામમાં પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી

સુરતના સચિન નજીકના પાલી ગામમાં પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી


ગઇકાલે શનિવાર છ જુલાઈએ સુરતમાં એક પાંચ માળની બિલ્ડીંગ ધરાશાયી (Surat Building Collapsed) થવાની ઘટનામાં મૃત્યુઆંક વધીને સાત પર પહોંચી ગયો છે અને એક મહિલા ગંભીર હાલતમ મળી આવતા હૉસ્પિટલમાં દાખલ છે. સુરતમાં બનેલી આ દુર્ઘટનાને લઈને હવે એક વ્યક્તિની ધરપકડ કરી છે. ગુજરાત પોલીસે બિલ્ડિંગના માલિક રમીલાબેન કાકડિયા અને તેમના પુત્ર જય કાકડિયા વિરુદ્ધ સચિન GIDC પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, તેમ જ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.


ઘટના મામલે પોલસે કહ્યું કે “અત્યાર સુધીમાં પડી ગયેલી બિલ્ડીંગના કાટમાળમાથી સાત મૃતદેહ (Surat Building Collapsed) મળી આવ્યા હતા. આ મૃતદેહની ઉંમર 22 થી 27 વર્ષની વચ્ચે છે અને આ મૃત્યુનો આંકડો વધી પણ શકે છે. જીઆઇડીસી પોલીસ સ્ટેશનમ્મા ભારતીય ન્યાય સંહિતા (BNS) ની જોગવાઈઓ હેઠળ હત્યા ન ગણતાં દોષિત હત્યાનો ગુનો નોંધ્યો છે અને એકની ધરપકડ કરી છે.પોલીસે જણાવ્યું કે દુર્ઘટનામાં મૃત્યુ પામનાર સાત પીડિતોની (Surat Building Collapsed) ઓળખ હિરામન કેવત, અભિષેક કેવત, શાહિલ ચમાર, શિવપૂજન કેવત, પરવેશ કેવત, બ્રિજેશ ગૌડ અને અનમોલ શાલિગ્રામ તરીકે કરવામાં આવી છે. ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે કાટમાળ નીચે એક મહિલા મળી આવી હતી અને તેને સારવાર માટે નજીકની એક હૉસ્પિટલમાં દાખલ જવામાં આવી હતી. ચૌધરીએ આપેલી માહિતી મુજબ ધરપકડ કરવામાં આવેલા આરોપીની ઓળખ અશ્વિન વેકરિયા તરીકે કરવામાં આવી છે જે આ જર્જરિત બિલ્ડિંગમાં રહેતા લોકો પાસેથી ભાડું વસૂલતો હતો.


સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના (Surat Building Collapsed) અધિકારીઓએ, આ વર્ષની શરૂઆતમાં, શહેરની અનેક જર્જરિત ઈમારતો અને માળખાઓના સર્વેક્ષણ કરી ત્યાંના માલિકોને નોટિસો મોકલી હતી, પરંતુ ધરાશાયી થયેલી ઈમારતના માલિક કે કેયરટેકર બન્નેમાંથી કોઈએ સ્ટ્રક્ચરનું સમારકામ કર્યું નહોતું કે તેને તોડી પાડ્યું નહોતું. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડે જણાવ્યું છે કે શહેરના પાલીગામની ડીએન નગર સોસાયટીમાં શનિવારે બપોરે 3.30 વાગ્યાની આસપાસ શરૂ થયેલી 15 કલાકની બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.

ચીફ ફાયર ઓફિસર બસંત પારેકે જણાવ્યું કે ધરાશાયી થયેલી બિલ્ડીંગનો (Surat Building Collapsed) કાટમાળ હવે હટાવી લેવામાં આવ્યો છે. અમે વિદેશની મગાવેલા લાઇફ ડિટેક્ટર સાધનોનો ઉપયોગ કર્યો છે જે કાટમાળની  નીચેના અવાજો શોધી કાઢે છે. અમે 2019 માં સાધનો ખરીદ્યા હતા. સ્થળ તરફ જતા રસ્તાઓ સાંકડા હતા જેના પરિણામે અમારી બચાવ ટીમોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો”.


સુરતના પોલીસ કમિશનર અનુપમ ગેહલોતે (Surat Building Collapsed) જણાવ્યું હતું કે, અકસ્માત સમયે બિલ્ડિંગના 30 ફ્લેટમાંથી, માત્ર પાંચથી છ એપાર્ટમેન્ટ્સ કે જે વિવિધ રાજ્યોના ટેક્સટાઇલ ઉદ્યોગના કામદારોને ભાડે આપવામાં આવ્યા હતા અને હવે આ મામલે દરેક જવાબદાર લોકો સામે ગુનો દાખલ કરી આગળનની તપાસ શરૂ કરી છે.

Whatsapp-channel Whatsapp-channel

07 July, 2024 03:22 PM IST | Surat | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK