મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તજનોને પહેલી નજરે દૂરથી મોટું શિવલિંગ નજરે પડતું હતું. દાદાના દરબારમાં ત્રિશૂળ અને ડમરુને પણ સ્થાન અપાયું હતું
સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાન મંદિર
પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે ત્યારે ગઈ કાલે પહેલા સોમવારે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાન મંદિરમાં શિવાલયનો ઓપ અપાયો હતો તેમ જ હનુમાનદાદાના સિંહાસને અર્ધનારીશ્વરના નૃત્યની થીમ પર શણગાર કરવામાં આવ્યો હતો. હનુમાનજીને પ્યૉર સિલ્કના શિવલિંગની થીમવાળા વાઘા પહેરાવવામાં આવ્યા હતા. મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તજનોને પહેલી નજરે દૂરથી મોટું શિવલિંગ નજરે પડતું હતું. દાદાના દરબારમાં ત્રિશૂળ અને ડમરુને પણ સ્થાન અપાયું હતું. આ અનોખાં દર્શનથી ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી.


