સોમનાથ મહાદેવને વિશેષ ઓમકાર દર્શન શ્રૃંગાર, સાળંગપુરમાં હનુમાનદાદાને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘાનો શણગાર
સોમનાથ મંદિર, ગઈ કાલે સુરતના શ્રી કંથેરિયા હનુમાન ધામમાં બનાવેલા શિવલિંગની પૂજા કરતા લોકો.
શ્રાવણના શુભારંભે ગુજરાત શિવમય બન્યું હતું. ગઈ કાલે સોમનાથ, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતનાં શહેરો અને ગામોમાં હર-હર શંભુના નાદ શિવાલયોમાં ગુંજ્યા હતા. વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં વહેલી પરોઢથી ધાર્મિકજનો ભગવાન સોમનાથદાદાના દર્શને ઊમટ્યા હતા. સોમનાથ મહાદેવને શ્રાવણ માસના પ્રથમ દિને ઓમકાર દર્શન શ્રૃંગારથી અલંકૃત કરાયા હતા.

ADVERTISEMENT
સાળંગપુરના હનુમાનદાદા
ચંદન, ભસ્મ અને પુષ્પોથી મહાદેવનાં ઓમકાર સ્વરૂપ દર્શન ભક્તોને કરાવવામાં આવ્યાં હતાં. બીજી તરફ યાત્રાધામ સાળંગપુરમાં આવેલા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં હનુમાનદાદાને શિવજીની પ્રતિકૃતિવાળા રુદ્રાક્ષ-ડમરુવાળા વાઘા પહેરાવ્યા હતા અને સિંહાસનને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.


