Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રાજકોટની સોસાયટીના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી ત્રણ વર્ષની બે બાળકીના કરૂણ મોત

રાજકોટની સોસાયટીના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી ત્રણ વર્ષની બે બાળકીના કરૂણ મોત

Published : 17 June, 2024 04:43 PM | IST | Rajkot
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Girls downed in Rajkot Society Pool: બાળકીઓના પિતા ગોકુલ ચંદ ગંગોત્રી પાર્કની રેસિડેન્શિયલ સોસાયટીમાં ગેટકિપર તરીકે કામ કરે છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - DALL-E)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - DALL-E)


કાળઝાક ગરમીથી બચવા માટે અનેક ઉપાય છે, પણ સ્વીમીંગ પૂલના ઠંડા પાણીમાં બેસીને મજા કરવી નાનાથી મોટા દરેક વયના લોકોને ગમે છે. જો કે ગુજરાતના રાજકોટથી (Girls downed in Rajkot Society Pool) એક એવી હૈયું કપાવનારી ઘટના સામે આવી છે. જેને જાણીને તમે પણ સ્વિમિંગ પૂલમાં જતાં પેહલા કે તમારા બાળકોને પૂલમાં મોકલતા પેહલા અનેક વખત વિચારશો. ગઇકાલે એટલે કે 16 જુલાઈ 2024, રવિવારની રાત્રે નવ વાગ્યાની આસપાસ રાજકોટના ભવ્ય ગંગોત્રી પાર્કની રેસિડેન્શિયલ સોસાયટીના સ્વિમિંગ પુલમાં બે ત્રણ વર્ષની બાળકીનું ડૂબી જવાની ગંભીર ઘટના બની હતી જેમાં બાળકીઓનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને લઈને હવે આખા વિસ્તારમાં મોટો હોબાળો મચી ગયો છે.


આ ગંભીર ઘટના બાબતે પોલીસે માહિતી આપતા કહ્યું હતું કે “એક જ પરિવારની ત્રણ વર્ષની બે બાળકીનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં તેમનું મોત થયાની ઘટના લગભગ નવ વાગ્યે બની હતી. શિલ્પન ઓનીક્સ સોસાયટીના કલબ હાઉસના સ્વ્મિંગ પૂલમાં (Girls downed in Rajkot Society Pool) બનેલી આ ઘટનામાં નેપાળના એક પરિવારની પ્રકૃતિ ચંદ અને મેનુકા સિંહનું મૃત્યુ થયું હતું. આ બંને બાળકીઓ પુલની બાજુમાં રમતી હતી તે દરમિયાન તેઓ અચાનકથી સ્વિમિંગ પુલમાં પડી ગઈ હતી. આ બંને બાળકીઓનો જ્યારે તેમના માતા-પિતાએ શોધ શરૂ કર્યો ત્યારે તેઓ નહીં મળતા તેઓ સ્વિમિંગ પૂલ નજીક આવ્યા હતા તે દરમિયાન આ બાળકીઓના મૃતદેહ સ્વિમિંગ પૂલના પાણીમાં જોવા મળી આવ્યા હતા. બે બાળકીઓને નજીકની એક સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં ડૉક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. આ બંને બાળકીઓ પ્રકૃતિ અને મેનુકા અને તેમના માતા પિતા ગોકુલ ચંદ અને પ્રકાશ સિંહ મૂળ નેપાળના હતા. ગોકુલ ચંદ ગંગોત્રી પાર્કની રેસિડેન્શિયલ સોસાયટીમાં ગેટકિપર તરીકે કામ કરે છે.



આ ઘટના બાબતે એક રહેવાસીએ જણાવ્યું કે “લગભગ 9.30 વાગ્યે તેમને બે બાળકીઓમાંથી એક સ્વિમિંગ પુલમાં તરતી જોવા મળી હતી. ત્યારબાદ તેમણે તરત જ તેને બહાર કાઢી એમ્બ્યુલન્સને (Girls downed in Rajkot Society Pool) ફોન કરી સોસાયટીના બીજા સભ્યોને ઘટના બાબતે જાણ કરી હતી. આ ઘટનાના થોડા સમય બાદ જ પુલમાં વધુ એક કપડું દેખાયું અને વધુ તપાસ કરતાં સામે આવ્યું કે બીજી બાળકીનું પણ સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે.


ઉલ્લેખનીય છે કે દેશના કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા બીચ પર આવેલા ગવર્મેન્ટ સર્કિટ હાઉસ સ્વનામિંગમાં પુનરુત્થાન જીલ્લાથી આવેલા એક પર્યટકોના ગ્રુપમાં એક 11 વર્ષની બાળકીનું સ્વિમિંગ પૂલમાં (Girls downed in Rajkot Society Pool) ડૂબી જતાં મૃત્યુ થયું હતું. ધાર્મિ નિરજ કુમાર મોચી નામની 11 વર્ષની બાળકીને ડૂબી જતાં તેના પરિવાર અને પુલમાં રહેલા બીજા લોકો તેને બહાર કાઢી બચાવવાનો પ્રયત્ન કર્યો હતો તેનું મૃત્યુ થયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

17 June, 2024 04:43 PM IST | Rajkot | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK