Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Rajkot Game Zone Fire: પાલિકાના બે કર્મચારીઓની ધરપકડ, બનાવટી દસ્તાવેજો બનાવવાનો આરોપ

Rajkot Game Zone Fire: પાલિકાના બે કર્મચારીઓની ધરપકડ, બનાવટી દસ્તાવેજો બનાવવાનો આરોપ

Published : 16 June, 2024 02:20 PM | IST | Rajkot
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Rajkot Game Zone Fire: ધરપકપ કરાયેલા બન્ને આરોપીઓ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોપીઓ

રાજકોટનો ગેમ-ઝોનમાં આગ લાગ્યા બાદના નજારાની ફાઇલ તસવીર

રાજકોટનો ગેમ-ઝોનમાં આગ લાગ્યા બાદના નજારાની ફાઇલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. ૨૫મે ના રોજ રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં લાગી હતી
  2. આ આગે ૨૭ લોકોનો લીધો હતો જીવ
  3. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધી ૧૨ લોકોની ધરપકડ

ગયા મહિને ગુજરાત (Gujarat) ના રાજકોટ (Rajkot) ના ગેમ ઝોનમાં ભીષણ આગ (Rajkot Game Zone Fire) ફાટી નીકળી હતી. જેના કારણે ૨૭ લોકોના મોત થયા હતા. હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. આ કેસમાં વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (Rajkot Municipal Corporation - RMC) ના બે કર્મચારીઓએ ગેમ ઝોન સંબંધિત દસ્તાવેજોમાં કેટલાક ફેરફાર કર્યા હતા અને તેમણે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા. હવે નકલી દસ્તાવેજો બનાવવા બદલ વધુ બે કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ ધરપકડનો આંકડો ૧૨ સુધી પહોંચી ગયો છે.


રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોન ફાયર ર્દુઘટનામાં અત્યાર સુધીમાં ૬ સરકારી કર્મચારીઓ સહિત ૧૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ ધરપકડ કરાયેલા ચાર સરકારી કર્મચારીઓમાં રાજકોટના ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયા, મદદનીશ ટીપીઓ મુકેશ મકવાણા અને ગૌતમ જોષી અને કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ભૂતપૂર્વ સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાનો સમાવેશ થાય છે.



રાજકોટના ડેપ્યુટી પોલીસ કમિશનર પાર્થરાજસિંહ ગોહિલે માહિતી આપતા કહ્યું કે, આગની ઘટના બાદ આરોપીઓએ TRP ગેમ ઝોન સંબંધિત સરકારી દસ્તાવેજોમાં કેટલાક ફેરફાર કર્યા હતા. તેમણે બનાવટી દસ્તાવેજો પણ બનાવ્યા હતા. આ સંબંધમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. ગેમ ઝોનના કો-ઓનર અશોકસિંહ જાડેજાએ બે દિવસ પહેલા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. જાડેજા TRP ગેમ ઝોનના છ માલિકોમાંથી એક છે. તેમાંથી પાંચની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે અને ૨૫મેએ લાગેલી આગમાં એકનું મોત થયું છે.


ઘટનાની તપાસ દરમિયાન, તે વાતની પુષ્ટિ થઈ હતી કે પ્રકાશ હિરન, ગેમ ઝોનના સહ-માલિકોમાંથી એક છે, જેનું નામ એફઆઈઆરમાં ઉલ્લેખિત છે. સીસીટીવી કેમેરાના ફૂટેજમાં બહાર આવ્યું છે કે ગ્રાઉન્ડ ફ્લોર પર વેલ્ડીંગના કામ દરમિયાન થર્મોકોલ (પોલિએસ્ટર) શીટ પર પડતા સ્પાર્કને કારણે આગ લાગી હતી. આ વિસ્તારમાં હાજર કર્મચારીઓએ આગ બુઝાવવા માટે અગ્નિશામક સાધનોનો ઉપયોગ કર્યો હતો. કર્મચારીઓના પ્રયાસો છતાં આગ ઓલવી શકાઈ ન હતી, પરંતુ આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. આગ ગેમ ઝોનમાં ફેલાઈ ગઈ અને ત્યાં હાજર કર્મચારીઓ અને લોકોને લપેટમાં લીધા.

પોલીસના જણાવ્યા અનુસાર, RMCના ફાયર વિભાગના નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) વગર પ્લે એરિયાનું સંચાલન કરવામાં આવી રહ્યું હતું. રાજકોટની ઘટના બાદ રાજ્યભરમાં અનેક રમતગમતના મેદાનો અને અન્ય મનોરંજન કેન્દ્રોને સીલ કરવામાં આવ્યા હતા અને માલિકો સામે કોઈપણ પરવાનગી વિના આવી સુવિધાઓ ચલાવવા બદલ FIR પણ નોંધવામાં આવી હતી.


તમને જણાવી દઈએ કે, ગયા મહિને ૨૫મેના રોજ રાજકોટના TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી. જેમાં ૨૭ લોકોના મોત થયા છે. તપાસ દરમિયાન અત્યાર સુધી ૧૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

16 June, 2024 02:20 PM IST | Rajkot | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK