Rajkot Game Zone: ગેમિંગ સેન્ટરની આ આગમાં ઓછામાં ઓછા 37 જેટલા લોકોના મૃત્યુ થયા હતા.
રાજકોટનો ગેમ-ઝોનમાં આગ લાગ્યા બાદની ફાઇલ તસવીર
ગુજરાતના રાજકોટમાં આવેલા એક ગેમિંગ ઝોનમાં (Rajkot Game Zone) લાગેલી આગને લઈને દરેક જગ્યા એ ચર્ચા શરૂ છે. ગેમિંગ સેન્ટરની આ આગમાં ઓછામાં ઓછા 27 લોકોના મૃત્યુ થયા હતા. આ ગંનિંગ સેન્ટર ગેરકાયદાસર હતું એવા પણ અનેક આરોપી કરવામાં આવી રહ્યા છે. જોકે આ ઘટનાને લઈને હવે રાજકીય પક્ષ દ્વારા પર અનેક દાવા કરવામાં આવ્યા છે. હાલમાં રાજકોટના ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક સાંસદે ગેમિંગ ઝોનમાં લાગેલી આગ પાછળ ભ્રષ્ટાચાર જવાબદાર છે તે બાબતે મહત્ત્વનો ખુલાસો કર્યો છે. ભાજપના સંસદના ભ્રષ્ટાચારના આરોપી બાદ મોટો ખળભળાટ મચ્યો છે.
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ગેમિંગ ઝોનને ફાયર સેફટી અને પોલીસની પરવાનગી (Rajkot Game Zone) કેમ મળી તે અંગે મહાનગર પાલિકાના તંત્ર સામે પણ સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પરવાગની આપવામાં ભ્રષ્ટ અધિકારીઓ સામેલ છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે
ADVERTISEMENT
રાજકોટ ગેમ ઝોનમાં થયેલી ભયાનક દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે. આ ઘટના માત્ર રાજ્ય જ નહીં પણ આખા દેશઆ ચર્ચા અને ચિંતાનો વિષય બન્યો છે. જોકે રાજકોટ અગ્નિકાંડ (Rajkot Game Zone) બાદ શહેરની પોલીસ અને મહાનગર પાલિકાના ફાયર સેફ્ટી વિભાગ દ્વારા બેદરકારી થઈ હોવાના આરોપ કરવામાં આવી રહ્યા છે એવામાં હવે રાજકોટ ભાજપના સાંસદ રામ મોકરિયાએ ફાયર સેફ્ટી વિભાગમાં થયેલા ભ્રષ્ટાચારનો ખુલાસો કર્યો છે.
ગેમિંગ ઝોનમાં લાગેલી આગ બાબતે રામ મોકરિયાએ કહ્યું કે, રાજકોટ મહાનગર પાલિકાના ફાયર વિભાગના ડેપ્યુટી ઓફિસર ભીખાભાઈ ઠેબાએ આગ લાગેલા ગેમિંગ ઝોનને ફાયર એનઓસી (Rajkot Game Zone) સર્ટિફિકેટ આપવા માટે 70 હજાર રૂપિયાની લાંચ લીધી હતી. જોકે આ મામલે રામભાઈ મોકેરિયાએ મીડિયા સાથે વાત કરવાની મનાઈ કરી હતી પણ તેમણે કહ્યું કે `હા, મારી પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા.` તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ માત્ર એક ફક્ત બિઝનેસમેન હતા, ત્યારે 150 ફૂટ રીંગ રોડ પર બાંધકામ કરવા માટે અને ફાયર એનઓસી મેળવવા માટે તેમની પાસેથી 70 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. જોકે રામભાઈ ભાજપના સાંસદ બન્યા બાદ, ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાએ લાંચમાં લીધેલા 70 હજાર રૂપિયા તેમને કવરમાં પરત આપ્યા હતા.
ગેમિંગ ઝોનની આગ બાદ શહેરનું પ્રશાસન (Rajkot Game Zone) દોડતું થઈ ગયું હતું અને શહેરના બીજા અનેક ગેમિંગ ઝોન સામે કાર્યવાહી કરી તેને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેથી હવે આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહ્યા છે. આ ઘટના બાદ ગેમ ઝોનના માલિકની ધરપકડ પણ કરવામાં આવી છે.

