° °

આજનું ઇ-પેપર
Friday, 02 December, 2022


ગુજરાતમાં PM મોદીએ કૉંગ્રેસ પર સાધ્યું નિશાન, લગાવ્યા આ આરોપો

23 November, 2022 05:18 PM IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ પહેલાં વડાપ્રધાન મોદીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ બુધવારે ગુજરાતના મહેસાણામાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કૉંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે “ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે જેના માટે વ્યક્તિ કરતાં પાર્ટી મોટી છે અને પાર્ટી કરતાં દેશ મોટો છે. આ અમારી સંસ્કૃતિ છે અને અમે આ સંસ્કૃતિ સાથે કામ કરીએ છીએ.” બીજી તરફ કૉંગ્રેસ ભત્રીજાવાદ, જાતિવાદ, કોમવાદ અને વોટ બેન્કની રાજનીતિનો નમૂનો છે. કૉંગ્રેસે ગુજરાત અને સમગ્ર દેશને બરબાદ કર્યો છે.

મહેસાણામાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે “છેલ્લાં 20 વર્ષમાં ગુજરાત ઘણું બદલાઈ ગયું છે. આજની પેઢીને ખબર નથી કે ગુજરાતે કઈ અછતનો સામનો કર્યો છે. આ પેઢીએ કમી જોઈ નથી. અગાઉની પેઢીએ આ માટે ઘણી મહેનત કરી છે.”

હું આદિવાસી બહેનોના રોટલા ખાઇને મોટો થયો છું: PM મોદી

દાહોદ ખાતે જનસભાને સંબોધતા મોદીએ કહ્યું કે “દાહોદ તો મારું જૂનું ને જાણીતું છે. એક ફોન કરીએ તો પણ કામ થઈ જાય. મારા ઘડતરમાં, સંસ્કારમાં તમારો મોટો ફાળો છે. હું આદિવાસી બહેનોનાં રોટલા ખાઇને મોટો થયો છું, એટલે આજે નિરાંતે વાત કરવાનું મન થાય છે.”

કૉંગ્રેસનું મોડેલ એટલે ભ્રષ્ટાચાર: PM મોદી

કૉંગ્રેસ પર આક્ષેપ કરતા વડાપ્રધાને જણાવ્યું કે, “કૉંગ્રેસનું મોડેલ એટલે અબજો-ખરબોનો ભ્રષ્ટાચાર, કૉંગ્રેસનું મોડેલ એટલે જાતિવાદ-પરિવારવાદ, સંપ્રદાયવાદ, કૉંગ્રેસે સત્તામાં ટકી રહેવા ભાગલા પાડ્યા, અંદરો અંદર ઝઘડાવ્યા છે. કૉંગ્રેસ તમને આગળ લઈ જવા નહીં પણ પછાત રાખવા ઇચ્છે છે, પરંતુ અમારી ગળથુંથીમાં છે, સૌનૌ સાથ સૌનો વિકાસ છે.”

પીએમએ ઓમ બિરલાને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી

આ પહેલાં વડાપ્રધાન મોદીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે “ભારતીય સંસદીય લોકતંત્રને વધુ મજબૂત કરવાના તેમના પ્રયાસો પ્રશંસનીય છે. રાજસ્થાનના કોટાના સાંસદ બિરલા બુધવારે 60 વર્ષના થયા છે.”

આ પણ વાંચો: ગુજરાતના સીએમની વિરુદ્ધ બે મહિલા સહિત આઠ ઉમેદવાર

23 November, 2022 05:18 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ગુજરાત સમાચાર

Gujarat: એવું પોલિંગ બૂથ જ્યાં થાય છે 100 ટકા મતદાન, માત્ર એક વ્યકિત આપે છે મત

પહેલા ચરણમાં વોટિંગ માટે ચૂંટણી પંચ તરફથી 14 હજારથી વધારે પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે, જ્યાં સુરક્ષાનું બંધોબસ્ત છે અને લોકો ઈવીએમ દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.

01 December, 2022 03:42 IST | Gujarat | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત સમાચાર

ફર્સ્ટ ફેઝના વોટિંગ પહેલાં જૂના જોગીઓ કેમ કામે લાગી ગયા?

ગુજરાતમાં આજે પહેલા તબક્કાનું મતદાન છે ત્યારે અસંતોષીઓ બીજેપીના જ કૅન્ડિડેટને હરાવવાનું કામ કરશે એવા ‌િરપોર્ટ મળતાં બીજેપીએ બે રસ્તા અપનાવ્યા

01 December, 2022 07:19 IST | Rajkot | Rashmin Shah
ગુજરાત સમાચાર

મૌત કા સૌદાગર, અભણ, ચાયવાલા, નીચ અને હવે રાવણ, બસ, છેલ્લે તો આવી જ ગયાને જાત પર’

પ્રથમ તબક્કાનું આવતી કાલે વોટિંગ છે ત્યારે કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘રાવણ’ સાથે સરખાવતાં બીજેપીના નેતા પરષોત્તમ રૂપાલાએ બળાપો કાઢતાં કહ્યું, ‘માન-મર્યાદા રાખતાં કૉન્ગ્રેસને ક્યારેય ક્યાં આવડ્યું છે’

30 November, 2022 09:16 IST | Ahmedabad | Rashmin Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK