૨૬-૨૭ મેના રોજ બે દિવસના ગુજરાતના પ્રવાસે નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. તેઓ ૨૭ મેએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વિવિધ વિકાસ કાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
નરેન્દ્ર મોદી
ઑપરેશન સિંદૂર પછી પ્રથમ વખત અમદાવાદ જનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સોમવાર ૨૬ મેએ રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ ઍરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો રોડ-શો યોજાશે જેમાં અંદાજિત ૫૦,૦૦૦ જેટલા કાર્યકરો ઊમટશે. આ રોડ-શોના માર્ગમાં વિવિધ સમાજો દ્વારા નરેન્દ્ર મોદીને આવકારવામાં આવશે. આ રોડ-શો માટે અમદાવાદ BJP સંગઠને તૈયારીઓ શરૂ કરી છે. ૨૬-૨૭ મેના રોજ બે દિવસના ગુજરાતના પ્રવાસે નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. તેઓ ૨૭ મેએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વિવિધ વિકાસ કાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.


