Navratri 2025: આદિત્ય ગઢવીનાં ઊર્જા અને ભાવસભર ગીતો તો દરેક ગુજરાતીના જીભે સહજતાથી ચડી જાય એવાં હોય છે.
આદિત્ય ગઢવી
નવરાત્રિ પર્વ (Navratri 2025)ની વાત આવે છે ત્યારે ગુજરાતમાં ગજબ વાતાવરણ ખીલી ઊઠે છે. આ પર્વ દરમિયાન વાતાવરણ સંગીત, ભક્તિરંગ અને એકતાથી છલકાઈ જાય છે. એમાં પણ જ્યારે આપણા ગાયકો પોતાનો સૂર રેલાવે છે ત્યારે ચાર ચાંદ લાગી જાય છે. એવો જ એક જાણીતો આવાજ એટલે આદિત્ય ગઢવી. આદિત્ય ગઢવી (Aditya Gadhvi)નાં ઊર્જા અને ભાવસભર ગીતો તો દરેક ગુજરાતીના જીભે સહજતાથી ચડી જાય એવાં હોય છે.
આ વર્ષે ગુજરાતનો કવિરાજ આદિત્ય ગઢવી રંગ મોરલા થકી ફરી ધૂમ મચાવવા આવી રહ્યો છે. આ એક ભવ્ય નવરાત્રિ મહોત્સવ (Navratri 2025) છે જે પહેલીવાર એક જ છત નીચે દસ રાત સુધી ઊજવાશે. ૨૨ સપ્ટેમ્બરના પહેલા નોરતાથી ૧લી ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન તે પરંપરાગત ગરબા અને ફોક-ફ્યુઝન સંગીત સાથે અમદાવાદના મકરબા ખાતે ગ્રીન અંદાઝ પાર્ટી લૉનમાં રંગ જમાવશે. આ ઇવેન્ટ ટ્રાઇબવાઇબ એન્ટરટેઇનમેન્ટ, બુક માય શો એન્ટરપ્રાઇઝ દ્વારા પ્રોડ્યુસ અને પ્રમોટ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
હંમેશાથી આદિત્ય (Aditya Gadhvi)નો અવાજ અને ગીતો લોકોને પોતીકાં લાગ્યાં છે. કારણ કે એમાં સરળતા, ભાવ અને સહજતા હોય છે. જનો છો શા માટે આદિત્યનાં ગીતો એકવાર કાને પડતાં જ સીધા દિલમાં ઊતરી જાય છે?
લોકસંગીતનો રંગ
Navratri 2025: આદિત્ય ગઢવીના સંગીતમાં ગુજરાતી લોકપરંપરાઓનાં મૂળિયાં ઊંડે સુધી જોડાયેલા છે. એનો સૂર અને તાલ ગામડાના મેળાઓમાંથી આવ્યો હોય એવું લાગે છે. એ જ લય જે પરંપરાથી આવ્યો છે. આદિત્યને સાંભળવો એટલે જાણે સંગીત થકી આપણી સંસ્કૃતિને ફરીથી જીવવી.
પોતીકો અવાજ
આદિત્ય (Aditya Gadhvi)ના અવાજમાં કંઈક એવું છે જે આપણને નજીકનું અને પોતીકું લાગે છે. એના અવાજથી દાદા-દાદી, માતા-પિતા અને બાળકો સહુ કોઈ મંચ પર નાચી ઊઠે છે. કારણ કે એના અવાજમાં ભાવ, આનંદ અને એકતા છે.
સરળ શબ્દો
ગુજરાતી શ્રોતાઓ આદિત્યનાં ગીતો ફક્ત સાંભળતા નથી, તેઓ તેને જીવે છે. પછી એ રંગ મોરલો હોય કે હાલાજી તારા મંદિરમાં હોય. તેનાં ગીતશબ્દોમાં ગુજરાતી જીવન છલકે છે. એમાં વાર્તાઓ અને ગૌરવ ઝલકે છે. તેથી એ તરત દિલમાં વસી જાય છે.
ગરબા માટે પરફેક્ટ તાલ
જ્યારે આદિત્ય ગઢવી ગાય છે ત્યારે હાજર કોઈપણ ગરબા (Navratri 2025) ઘૂમ્યા વગર રહી ન શકે. તેના સંગીતમાં એ જ લય છે જે તાળી, રાસ અને ગરબાના ટોળાઓને જીવંત બનાવી દે છે.
ગુજરાતી ઓળખ
આદિત્ય ગઢવી (Aditya Gadhvi)ના સ્વરમાં ગુજરાતી ગૌરવ અને પરંપરાનું પ્રતિબિંબ ઝિલાય છે. તેનાં ગીત માત્ર મનોરંજન નથી, પરંતુ ઊજવણી છે. હવે તો આદિત્ય ગઢવીનું સંગીત નવરાત્રિનો એક અભિન્ન હિસ્સો બની ગયું છે. તેનાં ગીતો દરેક ગરબાસર્કલને જીવતા કરી મૂકે છે. તેના અવાજ સાથે પરંપરા પ્રગટે છે. આ વર્ષે, અમદાવાદ ફરી એક વાર આ જાદુનો સાક્ષી બનવા જઈ રહ્યું છે. અમદાવાદમાં આદિત્ય ગઢવીના `રંગ મોરલા નવરાત્રિ મહોત્સવ`ની (Navratri 2025) ટિકિટ ફક્ત બુક માય શો પર ઉપલબ્ધ છે.


