દમણ અને દીવના સંસદસભ્ય ઉમેશ પટેલની માગણી
ઉમેશ પટેલ
દમણ અને દીવના લોકસભાના સંસદસભ્ય ઉમેશ બાબુભાઈ પટેલે સંસદની કાર્યવાહી વારંવાર વિક્ષેપ સર્જાતાં ઠપ પડી જતી હોવાથી નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે દુર્ભાગ્યપૂર્ણ છે કે ગૃહ કાર્યરત નથી. શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચેના સંઘર્ષને કારણે આવું થઈ રહ્યું છે એ દુઃખદ છે. આ કારણે હું કોઈ મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉઠાવી શક્યો નહીં. ગઈ કાલે લોકસભાની કાર્યવાહી માત્ર દોઢ મિનિટ સુધી ચાલી હતી. હું માગણી કરું છું કે જો સંસદ કાર્યરત ન થાય તો સરકારે સંસદસભ્યોના પગાર રોકી દેવા જોઈએ. જનતાના મહેનતથી કમાયેલા પૈસાનો આ દુરુપયોગ થઈ રહ્યો છે.


