Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કોરોનાની દહેશત વચ્ચે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર-શો

કોરોનાની દહેશત વચ્ચે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર-શો

24 December, 2022 09:33 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ૨૫થી ૩૧ ડિસેમ્બર દરમ્યાન કાંકરિયા લેકફ્રન્ટ ખાતે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરાયું છે

કાંકરિયા કાર્નિવલની તૈયારીઓ શરુ

કાંકરિયા કાર્નિવલની તૈયારીઓ શરુ


કોરોનાની દહેશત વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર-શોનું આયોજન કરવામાં આવ્યું છે બીજી તરફ અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સંસ્થાને માસ્ક-વિતરણ અને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા ગુજરાત સરકારે વિનંતી કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ૨૫થી ૩૧ ડિસેમ્બર દરમ્યાન કાંકરિયા લેકફ્રન્ટ ખાતે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરાયું છે. બીજી તરફ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર પાર્કમાં ૩૧ ડિસેમ્બરથી અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ફ્લાવર-શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ બન્ને સ્થળોએ ઉત્સવ યોજવા માટે સત્તાતંત્ર દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ બન્ને ઉત્સવમાં લાખોની સંખ્યામાં સહેલાણીઓ ઊમટે છે ત્યારે હાલમાં કોરોનાની દહેશત ફેલાઈ છે એવા સમયમાં આ બે મોટા ઉત્સવના આયોજનથી અસમંજસભરી સ્થિત ઊભી થઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

24 December, 2022 09:33 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK